<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

બેલગામમાં હુમલા બાદ મહારાષ્ટ્ર સરકારની કાર્યવાહી :કર્ણાટક જતી બસ સેવા સ્થગિત કરી

મહારાષ્ટ્ર સરકારે કર્ણાટક જતી બસ સેવા સ્થગિત કરી દીધી :બેલગામમાં રાજ્ય પરિવહન નિગમની બસ પર થયેલા હુમલા બાદ રાજ્ય સરકારે આ પગલું ભર્યું

મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે કર્ણાટક જતી બસ સેવા સ્થગિત કરી દીધી છે. કર્ણાટકના બેલગામમાં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ પર થયેલા હુમલા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે મુસાફરો અને પરિવહન નિગમના કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્ણાટકની બસ સેવા સ્થગિત કરવામાં આવી છે.

(9:32 PM IST)