<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

બુલિયન માર્કેટમાં ઝવેરીઓ અને સ્ટોકિસ્ટોની નબળી માંગના કારણે સોના ચાંદીમાં ભાવમાં નજીવો ઘટાડો

યુએસ ફેડરલ રિઝર્વની કડક નાણાકીય નીતિઓ અને વ્યાજ દરમાં ઘટાડા અંગે સાવચેતીભર્યા વલણથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી

નવી દિલ્હી : સોનાના ભાવમાં મામૂલી ઘટાડો થયો. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત ઘટીને લગભગ 87,700 રૂપિયા થઈ ગઈ છે. જયારે 22 કેરેટ સોનાનો ભાવ 80,200 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવમાં 700 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો. ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

   દિલ્હી બુલિયન માર્કેટમાં ઝવેરીઓ અને સ્ટોકિસ્ટોની માંગ નબળી રહી, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો . આ ઉપરાંત, લાંબા સમય સુધી તેજી પછી વેપારીઓએ નફા બુકિંગ કરવાનું શરૂ કરી દીધું, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો. નબળા વૈશ્વિક સંકેતોને કારણે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો 

  યુએસ ફેડરલ રિઝર્વની કડક નાણાકીય નીતિઓ અને વ્યાજ દરમાં ઘટાડા અંગે સાવચેતીભર્યા વલણથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો.

 


 

(10:44 PM IST)