<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

મુંબઈના અંધેરી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક આવેલ ફેરમોન્ટ હોટલમાં ભયંકર આગ ભભૂકી

કોર્પોરેશનના અધિકારીઓ મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા

મુંબઈના અંધેરી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક આવેલી ફેરમોન્ટ હોટલમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ માહિતી આપી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ મુંબઈના અંધેરી (પૂર્વ) વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2 પાસે સ્થિત હોટેલ ફેરમોન્ટ બિલ્ડિંગમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી

  અધિકારીઓએ જણાવ્યું હતું કે હોટલમાં આગ લાગવાની જાણકારી મળ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ ફક્ત બિલ્ડિંગ કોમ્પ્લેક્સ સુધી મર્યાદિત હતી. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

   BMC દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આગ ત્રીજા માળની ઈમારતના ભોંયરામાં અને ગ્રાઉન્ડ ફ્લોરમાં અને ઉપરના 10 માળની ઈમારતના ટેરેસ પર લગભગ 1000 ચોરસ ફૂટથી 1500 ચોરસ ફૂટના વિસ્તારમાં એસી યુનિટ અને એક્ઝોસ્ટ ડક્ટિંગ સુધી મર્યાદિત હતી." તેમણે જણાવ્યું હતું કે પરિસ્થિતિને સંભાળવા માટે મુંબઈ ફાયર બ્રિગેડ (MFB), પોલીસ, 108 એમ્બ્યુલન્સ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

(11:19 PM IST)