News of Sunday, 23rd February 2025
પાકિસ્તાનમાં કરાંચી જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને કર્યાઃ વાઘા બોર્ડરથી વતન પરત ફર્યા
માછીમોરાનો કરાંચીથી સ્પેશિયલ બસમાં ઈદી ફાઉન્ડેશન દ્વારા લાવવામાં આવ્યા હતાઃ ઈદી ફાઉન્ડેશન દ્વારા દરેક ભારતીય માછીમારને 5000 રૂપિયા, જમવાનું અને ગિફ્ટ આપવામાં આવી હતી

લાહોરઃ પાકિસ્તાનમાં કરાંચ જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને શનિવાર મુક્ત કરવામાં આવ્યા હતા. વાઘા બોર્ડર પર તેમને ભારતીય સત્તાધીશોને સોંપવામાં આવ્યા હતા. મુક્ત કરવામાં આવેલા માછીમોરાનો કરાંચીથી સ્પેશિયલ બસમાં ઈદી ફાઉન્ડેશન દ્વારા લાવવામાં આવ્યા હતા. ઈદી ફાઉન્ડેશન દ્વારા દરેક ભારતીય માછીમારને 5000 રૂપિયા, જમવાનું અને ગિફ્ટ આપવામાં આવી હતી.
કરાચીમાંથી મુક્ત કરાયેલા ભારતીય માછીમારોમાં ભૂપત, માલા, કૃષ્ણા, ખાલાફ, મોહન, આસિફ, અશોક, અકબર, લખમાન, મોજી, દીપક, રામ, હરિ, તપુ, સુરેશ, વિજય, મનોજ કુમાર, વીનુ, મહેશ, સુભાષ, સંજય અને શૈલેન્દ્રનો સમાવેશ થાય છે. એક દિવસ પહેલા કરાચી જેલના સુપ્રિટેન્ડેન્ટ અરશદ શાહે માહિતી આપી હતી કે માછીમારોને તેમની સજા પૂર્ણ થયા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
