News of Sunday, 23rd February 2025
ટ્રમ્પની વધુ એક ધમકીઃ રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા બાદ હવે ફાર્મા કંપનીઓ પર તવાઈઃ શેર માર્કેટમાં ઉથરપાથર થવાના એંધાણઃ ભારતને મોટુ નુકસાન થવાની ભીતિ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વોર અને આકરી બિઝનેસ નીતિઓથી વિશ્વના અન્ય દેશોમાં ટ્રેડવોરનો ભય પેદા કરવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર અને આકરી બિઝનેસ નીતિઓથી વિશ્વના અન્ય દેશોમાં ટ્રેડવોરનો ભય પેદા કરી રહ્યા છે. રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા બાદ હવે ફાર્મા કંપનીઓ પર તવાઈ લાવવાનો નિર્ણય લીધો છે. તેમણે ફાર્મા કંપનીઓને અમેરિકામાં દવાની આયાત પર લાગુ ઊંચા ટેરિફથી બચવા માટે પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ અમેરિકામાં શિફ્ટ કરવા સલાહ આપી છે. ટ્રમ્પના આ નિર્ણયથી દેશની કુલ ફાર્મા નિકાસમાં 31 ટકાથી વધુ નિકાસ અમેરિકામાં કરતી ફાર્મા કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે.
અમેરિકાના ફાર્મા લીડર્સ દવાની કિંમત નક્કી કરતાં નિયમોને સરળ બનાવવાની માગ કરી રહ્યા છે, એવામાં ભારતીય ફાર્મા કંપનીઓ નિકાસ પર ઊંચા ટેરિફથી બચવા દ્વિપક્ષીય ચર્ચાઓ પર વિશ્વાસ કરી રહી છે. 2023-24માં ભારતે અમેરિકામાં ફાર્મા ક્ષેત્રે 27.9 અબજ ડોલરની નિકાસ કરી હતી. જે તેની કુલ ફાર્મા નિકાસના 31 ટકા છે. અમેરિકામાં 50 ટકાથી વધુ જેનરિક દવાઓની માગ ભારત પૂરી કરે છે. એવામાં ટ્રમ્પના ટેરિફ ટેન્શન તથા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની સલાહ ભારતીય ફાર્મા કંપનીઓ માટે સંકટના વાદળો ઉભા કરી શકે છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
