News of Sunday, 23rd February 2025
પાકિસ્તાન જેલમાંથી 18 ગુજરાતી સહિત 22 ભારતીય માછીમારો થયા મુક્ત: વાઘા બોર્ડરથી વતન વાપસી
પાકિસ્તાની જેલમાંથી 22 ભારતીય માછીમારોને મુક્ત કરાયા જેમને એક વર્ષથી લઈને 2 વર્ષ સુધીની પાકિસ્તાનમાં સજા ફટકારાઈ હતી: હજુ પણ 217 માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ

પાકિસ્તાને 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. વાઘા બોર્ડર પરથી માછીમારો ભારત પરત ફર્યા છે. મુક્ત કરાયેલા માછીમારોમાં 18 ગુજરાતના છે. અત્રે જણાવીએ કે, માછીમારી કરતા સમયે ભૂલથી પાકિસ્તાની સરહદમાં ઘૂસ્યા હતા. જ્યાં પાકિસ્તાની સરહદમાં જતા પાકિસ્તાની પોલીસે ધરપકડ કરી હતી
પાકિસ્તાની જેલમાંથી 22 ભારતીય માછીમારોને મુક્ત કરાયા. જેમને એક વર્ષથી લઈને 2 વર્ષ સુધી પાકિસ્તાનમાં સજા ફટકારાઈ હતી. જો કે, હજુ પણ 217 માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
