<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દિલ્હીના નવ નિયુક્ત મુખ્યમંત્રી રેખા ગુપ્તાની શુભેચ્છા મુલાકાત લીધી

પ્રચંડ વિજય અંગે પણ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા:ભુપેન્દ્રભાઈ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના રેખા ગુપ્તાના કાર્યકાળમાં દિલ્હી વિકાસના નવા શિખરો કરે તેવી શુભેચ્છાઓ આપી

નવી દિલ્હી :દિલ્લીમાં ભાજપે લાંબા સમય બાદ સત્તા હાંસલ કરી છે. દિલ્લીનાં મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ દિલ્લીની મુલાકાતે છે. દિલ્લીનાં નવનિયુક્ત મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે મુલાકાત કરી હતી. તેમજ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભકામનાઓ આપી હતી

  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલે દિલ્હીના નવ નિયુક્ત મુખ્યમંત્રી રેખા ગુપ્તાની શુભેચ્છા મુલાકાત નવી દિલ્હીમાં લીધી હતી. ભારતીય જનતા પાર્ટીને દિલ્હી વિધાન સભા ચૂંટણીમાં મળેલા પ્રચંડ વિજય અંગે પણ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. ભૂપેન્દ્રભાઈ  પટેલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના રેખા ગુપ્તાના કાર્યકાળમાં દિલ્હી વિકાસના નવા શિખરો કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન ઉપસ્થિત હતા.

   ગુજરાતમાં બજેટ સત્ર હોઈ ભૂપેન્દ્રભાઈ  પટેલ રેખા ગુપ્તાની શપથવિધિમાં હાજર રહી શક્યા ન હતા. ગુજરાતનું બજેટ રજૂ થઈ ગયા બાદ આજે તેઓ દિલ્લીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાની શુભેચ્છા મુલાકાત લીધી હતી

 

(7:13 PM IST)