<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

જમ્મુ-કાશ્મીરમાં ફરી વાર ધરતી ધ્રુજી : રાત્રે 8.47 વાગ્યે ભૂકંપના આંચકા : રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા મપાઈ

ભૂકંપનું કેન્દ્રબિંદુ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા હોવાનું કહેવાય છે.

રવિવારે જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી છે . રવિવારે (૨૩ ફેબ્રુઆરી) લગભગ ૨૦:૪૭ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા.

આ પહેલા રવિવારે જ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 હોવાનું જાણવા મળ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. જોકે, આ ભૂકંપને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.

છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં ત્રીજી વખત ભૂકંપ આવ્યો છે. તાજેતરમાં દિલ્હી એનસીઆરમાં એક મોટો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર દિલ્હી હતું. સવારે લગભગ 5:36 વાગ્યે આવેલા આ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને તેઓ પોતાના ઘરની બહાર નીકળી ગયા. આ ભૂકંપ એવા સમયે આવ્યો જ્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. તે જ ક્ષણે અચાનક જમીન ધ્રુજવા લાગી અને લોકો ડરી ગયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી

 

(11:04 PM IST)