News of Sunday, 23rd February 2025
પાકિસ્તાન સામે શાનદાર જીત બાદ IITian બાબા ટ્રોલ:ભારતના પરાજયની કરી હતી ભવિષ્યવાણી
તેણે કહ્યું હતું કે પાકિસ્તાન સામેની મેચમાં ભારતને હારનો સામનો કરવો પડશે. ભારતીય ટીમ કોઈપણ સંજોગોમાં મેચ હારી જશે:બાબાએ એમ પણ કહ્યું હતું કે કોહલી પાકિસ્તાન સામેની મેચમાં ફ્લોપ થઈ જશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર રમત રમીને પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. ભારત પાકિસ્તાન મેચ બાદ IITian બાબા (અભય સિંહ) સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થયા હતા. તેણે મેચ પહેલા એક મોટી ભવિષ્યવાણી કરી હતી.
ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. આ મેચ પહેલા IITian બાબાએ મોટી ભવિષ્યવાણી કરી હતી. તેણે કહ્યું હતું કે પાકિસ્તાન સામેની મેચમાં ભારતને હારનો સામનો કરવો પડશે. ભારતીય ટીમ કોઈપણ સંજોગોમાં મેચ હારી જશે. આ સિવાય બાબાએ વિરાટ કોહલી વિશે પણ કહ્યું હતું કે તે પાકિસ્તાન સામેની મેચમાં ફ્લોપ થઈ જશે.
પરંતુ ભારત-પાકિસ્તાન મેચમાં બાબાની આગાહી ખોટી પડી. ભારતે આ મેચ પણ જીતી લીધી હતી અને વિરાટ કોહલીએ પણ આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. હવે ભારતીય ટીમની જીત બાદ બાબાને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 241 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 62 રનની ઇનિંગ રમી હતી. લક્ષ્યનો પીછો કરતા ભારતે માત્ર 42.3 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. કિંગ કોહલીએ 111 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. તેના શ્રેયસ અય્યર સારો સાથે આપતા 56 રન બનાવ્યા હતા.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
