<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

પુણેમાં બે નવા GBS દર્દીઓ, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 215 થઈ

અત્યાર સુધીમાં કુલ ૧૫૩ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા: GBS ને કારણે કુલ ૧૧ દર્દીઓના મૃત્યુ થયા

પુણેમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમ (GBS) ના બે નવા કેસ મળી આવ્યા છે. જેમાંથી એક પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનો છે અને એક ગ્રામીણ વિસ્તારનો છે. આ સાથે, ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 215 પર પહોંચી ગઈ છે. ગઈકાલે દિવસભરમાં એક દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૧૫૩ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે. અત્યાર સુધીમાં GBS ને કારણે કુલ ૧૧ દર્દીઓના મૃત્યુ થયા છે


 

(11:38 PM IST)