તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૬ શુક્રવાર
News of Monday, 24th February 2025
પાકિસ્તાન સામે ભારતના પરાજયની આગાહી કરનાર IIT બાબાએ માફી માંગતા કહ્યું - હું તો કંઈ પણ ફેંકતો હોઉં છું
અભય સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે હું જાહેરમાં માફી માંગું છું અને તમને બધાને જીતની ઉજવણી કરવા માટે વિનંતી કરું છું. પાર્ટીનો સમય થઈ ગયો છે. મને ખબર હતી કે ભારત જીતશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાચંક મેચમાં ભારતની જીત થઈ હતી. જો કે આ મહત્વની મેચ પહેલા આઈઆઈટી બાબા ચર્ચામાં આવ્યા હતા. જેમણે આ મેચમાં ભારતના હારવાની આગાહી કરી હતી. હવે આઈઆઈટી બાબા અભયસિંહે પોતાની આ આગાહી માટે માફી માંગી છે.
આઈઆઈટી બાબા અભય સિંહની આગાહી નિષ્ફળ ગઈ અને ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું. હવે, તે માફી માંગતો જોવા મળે છે. તેમણે એક પોસ્ટમાં 'ગૂંચવણ' માટે માફી માંગી છે. રવિવારે એક હાઇ વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું અને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
અભય સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે હું જાહેરમાં માફી માંગું છું અને તમને બધાને જીતની ઉજવણી કરવા માટે વિનંતી કરું છું. પાર્ટીનો સમય થઈ ગયો છે. મને ખબર હતી કે ભારત જીતશે. અગાઉ તેમણે લખ્યું હતું કે કન્ફયુઝન માટે માફ કરશો. ભારત પાકિસ્તાન મેચ પછી આઈઆઈટી બાબા અભયસિંહે એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે ભારતે પાકિસ્તાનને હરાવ્યું. વિરાટ કોહલીએ સદી ફટકારી.
મોટા મંચ પર પ્રભુત્વની એક નવી પરિભાષા લખાઈ છે. આ શાનદાર પ્રદર્શન માટે અભિનંદન. આ સાથે તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો કે હું તો કંઈ પણ ફેંકતો હોંઉ છું. તમે તેને આટલા ગંભીરતાથી કેમ લઈ રહ્યા છો.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
