News of Monday, 24th February 2025
જીજાના પ્રેમમાં પાગલ થઈ ૨૦ વર્ષની સાળીઃ સગી બહેનનું ઘર ઉજાડીને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગી!
રાજસ્થાનમાં જીજા-સાળીની એક નવી લવ સ્ટોરી સામે આવીઃ જીજાએ પત્ની અને બે બાળકોને છોડી દીધા

ચૂરુ, તા.૨૪: જીજા-સાળી અને દેવર-ભાભી વચ્ચેનો સંબંધ હસી-મજાકથી ભરેલો હોય છે, બંને સંબંધમાં મજાક સામાન્ય વાત છે. બંનેના સંબંધોના લઈને ઘણી કહાનીઓ સામે આવે છે. આ સંબંધોમાં કયારેક હસી-મજાકમાં પ્રેમના ફૂલ ખીલવા લાગે છે. સંબંધોની ગરિમાને અવગણને કરવામાં આવતો આ પ્રેમ પાછળથી અસમજસ પેદા કરે છે. પ્રેમને પામવામાં મર્યાદા અને ઘર બંને તૂટી જાય છે.પોતાના જ લોકો એકબીજાના લોહીના તરસ્યા બની જાય છે.
કંઈક એવી જ જીજા-સાળીની લવસ્ટોરી ચૂરુમાંથી સામે આવી છે. અહીં એક મહિલા પોતાના જીજાને દિલ દઈ બેઠી. વાત એટલી બધી આગળ નીકળી ગઈ બંને લિવ-ઇન રિલેશનશિપમાં આવી ગયા. સાળી અને જીજા વચ્ચે ૩ વર્ષથી અફેર ચાલી રહ્યું છે. છોકરીની મોટી બહેનને પણ આ વાતની ખબર પડી ગઈ. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે પરિવારે બંનેને સમજાવવાની કોશિશ કરી અને સંબંધનો વિરોધ કર્યો. પરંતુ તેમના માથે એવા -ેમનું ભૂત સવાર હતું કે, તેમને કોઈની એક ન માની.
જીજા પણ સાળીના પ્રેમમાં ભાન ભૂલ્યો અને તેની પત્ની અને બે બાળકોને છોડીને ચાલ્યો ગયો. તે હવે તેની પત્ની અને બે પુત્રોને છોડીને તેની સાળી સાથે રહે છે. પરંતુ બંનેને તેમના પરિવારના સભ્યો તરફથી પણ ખતરો લાગે છે. આ ભયથી બચવા માટે પ્રેમીપંખીડાએ પોલીસનો સંપર્ક કર્યો અને પોતાના જીવની સુરક્ષા માટે મદદની ગુહાર લગાવી.
એસપી ઓફિસમાં આવેલી જબાસર ગામની મૌસમ (૨૨) એ કહ્યું કે, તે BAનો અભ્યાસ કરી રહી છે. તેની બહેનના લગ્ન ૨૦૧૬માં લોહસાણા બારા ગામના ગોવિંદ (૩૦) સાથે થયા હતા. ગોવિંદે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યો છે. તે હવે ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. લગ્ન પછીથી ગોવિંદ તેમના ઘરે આવતો રહ્યો.
મૌસમ સાથે આવેલા તેના જીજા ગોવિંદે આરોપ લગાવ્યો કે તેની પત્નીને ઘરેલુ બાબતોમાં તેની સાથે મતભેદ થતા હતા. લગ્ન પછી તેને બે દીકરા પણ થયા. ગોવિંદે જણાવ્યું કે તેનું તેની સાળી સાથે ૩ વર્ષથી અફેર હતું. બંને મોબાઈલ પર વાત કરતા હતા. જ્યારે આ બધી વાતો ઘરમાં જાણીતી થઈ, ત્યારે તેઓએ તેનો વિરોધ કર્યો. પણ બંને મોબાઈલ પર વાત કરતા રહ્યા
મૌસમએ જણાવ્યું કે તેના પરિવારના સભ્યો બીજી જગ્યાએ તેના લગ્ન વિશે વાત કરી રહ્યા હતા. આ સંદર્ભે તેણે ગોવિંદને ફોન કરીને બધું કહ્યું અને ધમકી આપી કે જો તે નહીં આવે તો તે કૂવામાં પડી જશે. આ પછી, બંને પોતાનું ઘર છોડીને લિવ-ઇન રિલેશનશિપના દસ્તાવેજો બનાવવા ચુરુ પહોંચ્યા. ચુરુ એસપી ઓફિસ પહોંચ્યા પછી, તેમણે સુરક્ષાની માંગણી કરી. જોકે, આ પ્રેમકથા ખીલી રહી છે અને પરિવારમાં અશાંતિ છે. (રર.૧૨)
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
