<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

વડોદરા છાણી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા વાહને આધેડને અડફેટે લીધા :સારવાર દરમિયાન મોત

અજાણ્યા વાહન ચાલકે આધેડ બાઈક ચાલક અડફેટે લેતા આધેડ હવામા ફંગોળાઈ નીચે પટકાતા તેમને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ

વડોદરા શહેરમાં વધુ એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના છાણી વિસ્તારમાં માતેલા સાંઢની માફક પુરઝડપે હંકારી રહેલ અજાણ્યા વાહન ચાલકે આધેડ બાઈક ચાલક અડફેટે લેતા આધેડ હવામા ફંગોળાઈ નીચે પટકાતા તેમને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જયા તેમનું ચાર દિવસની ટૂંકી સારવાર મોત નીપજ્યું હતું છાણી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

વડોદરા જિલ્લાના સાકરદા ગામે સ્વામિનારાયણ ફળિયામાં રહેતા પ્રવિણભાઈ મકવાણાએ છાણી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમના મોટા ભાઈ હસમુખભાઈએ લગ્ન કર્યા ના હોય એકલા રહીને પોતાનું જીવન વ્યતીત કરતા હતા.

તા. 18 ફેબ્રુઆરીના રોજ હસમુખભાઈ મકવાણા કામ અર્થે બાઈક લઈને છાણી વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા પાસે સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન અજાણ્યો વાહન ચાલાકે તેમની બાઈકને અડફેટમાં લીધી હતી.

અજાણ્યા વાહનની અડફેટે હસમુખભાઈ હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસ થી લોકટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માત અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને હસમુખભાઈને લોહી લુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમની છેલ્લા પાંચ દિવસથી સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. છાણી પોલીસે મૃતકના નાના ભાઈની ફરિયાદ નોંધી અકસ્માત સર્જી ભાગી જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(9:29 PM IST)