News of Monday, 24th February 2025
બાંગ્લાદેશમાં ફરી અરાજકતા વધી:વિદ્યાર્થીઓએ 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું: વધુ એક રાજીનામાંની માંગણી કરી
ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં થયેલી હિંસા પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ હજુ સામાન્ય થઈ નથી:દેશમાં ફરી એકવાર વિરોધના અવાજો ઉઠી રહ્યા છે:વિદ્યાર્થી સંગઠનોએ ફરી એકવાર સરકાર સામે મોરચો ખોલ્યો છે.

ગયા વર્ષે બાંગ્લાદેશમાં થયેલી હિંસામાંથી દેશ હજુ સુધી બહાર આવ્યો નથી. વડા પ્રધાન શેખ હસીનાએ પદ અને દેશ છોડ્યા પછી, મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારની જવાબદારી સંભાળી, પરંતુ તેમની સરકાર અત્યાર સુધી દેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સફળ રહી નથી. આવી સ્થિતિમાં તેમની સરકાર સામે વિરોધના અવાજો ઉઠવા લાગ્યા છે. સતત વિરોધ પ્રદર્શનો વચ્ચે, ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ સોમવારે ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીના રાજીનામાની માંગ કરી. એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ આ માટે 24 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું છે કે આ પ્રદર્શન દ્વારા દેશભરમાં મહિલાઓ સામે બળાત્કાર અને હિંસાની ઘટનાઓ બંધ કરવા અને બળાત્કાર અને ઉત્પીડનના તમામ કેસોમાં ન્યાય સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે ગૃહ સલાહકારે રાજીનામું આપવું પડશે. "પોલીસ અમને કેમ રોકી રહી છે? તેઓ બળાત્કારીઓ અને ગુનેગારોને રોકી શકતા નથી પણ તેઓ વિચારે છે કે તેઓ અમને રોકી શકશે? ગૃહ સલાહકારો અમારાથી છટકી શકશે નહીં,"
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, વિદ્યાર્થીઓનું એક જૂથ ગૃહ મંત્રાલય તરફ કૂચ કરી રહ્યું હતું, પરંતુ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. આ પછી, વિદ્યાર્થીઓનો ગુસ્સો ચરમસીમાએ છે અને પ્રદર્શનકારીઓ શિક્ષા ભવન સામે પહોંચી ગયા હતા અને 24 કલાકમાં રાજીનામું આપવાની માંગ કરી હતી. આ જાહેરાત બાદ, વિરોધીઓ ઢાકા યુનિવર્સિટી તરફ કૂચ કરી. અહેવાલો અનુસાર, બપોર પછી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થવા લાગ્યા. આ સમય દરમિયાન, વિદ્યાર્થીઓએ "બળાત્કાર અને જુલમ વિરુદ્ધ બાંગ્લાદેશ" ના બેનર હેઠળ એક રેલી પણ કાઢી. પ્રદર્શનકારી આદ્રિતા રોયે અલ્ટીમેટમ જાહેર કર્યું કે જો ગૃહ સલાહકાર રાજીનામું નહીં આપે તો મંગળવારે સાંજે મંત્રાલય સુધી મશાલ સરઘસ કાઢવામાં આવશે.
'મેં વચન આપીને રાજગાદી સંભાળી હતી'
તે જ સમયે, મહિલા પ્રદર્શનકારીઓએ પોલીસ પર ગેરવર્તણૂકનો પણ આરોપ લગાવ્યો છે. એક પ્રદર્શનકારીના મતે, “પોલીસ દળમાં એક પણ મહિલા પોલીસ અધિકારી નથી. છતાં, આપણે અહીં આવ્યા છીએ. આ એક મહિલા ચળવળ છે. પુરુષ પોલીસ અધિકારીઓએ અમારા પર હાથ ઉપાડ્યા છે. અમે આની સખત નિંદા કરીએ છીએ. વિદ્યાર્થીઓના મતે, “આ વચગાળાની સરકાર ભેદભાવ મુક્ત બાંગ્લાદેશનું વચન આપીને સત્તામાં આવી હતી પરંતુ આ ગૃહ સલાહકાર અમારી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે. જ્યાં સુધી તેઓ રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
