<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

એડિશનલ કલેક્‍ટર ૧૭ મહિનાથી સાઈકલ પર મુસાફરી કરીને સરકારી કામકાજ કરી રહયા છે

કોઈ સરકારી વાહન નથી : બીજાની બાઇક અને કાર ઉધાર લઈને દૂરના વિસ્‍તારોની મુલાકાત લે છે અને લોકોની સમસ્‍યાઓનું નિરાકરણ કરે છે

અહેરી, તા.૨૫: ગઢચિરોલી જિલ્લાનું નામ આવતાં જ મહારાષ્ટ્રના અધિકારીઓમાં ગભરાટનું વાતાવરણ સર્જાય છે અને આ જિલ્લામાં કામ કરવું ખરેખર એક પડકાર છે. ગઢચિરોલી જિલ્લો માઓવાદીઓથી -ભાવિત છે અને આ જિલ્લામાં હંમેશા મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આ જિલ્લામાં અહેરી નામનું એક નગર છે. એડિશનલ કલેક્‍ટર વિજય ભાકરે ૧૭ મહિનાથી સાઈકલ પર મુસાફરી કરીને સરકારી કામકાજ કરી રહયા છે અને તેની પાછળનું કારણ તેમની પાસે કોઈ સરકારી વાહન નથી.

એનાથી બીજી ચોંકાવનારી વાત એ છે કે તેઓ બીજાની બાઇક અને કાર ઉધાર લઈને દૂરના વિસ્‍તારોની મુલાકાત લે છે અને લોકોની સમસ્‍યાઓનું નિરાકરણ કરે છે.

બોલો આ અધિકારીનું નામ છે વિજય ભાકર. ભાકરે છેલ્લા ૧૭ મહિનાથી અહેરીમાં એડિશનલ કલેક્‍ટર તરીકે કામકાજ કરી રહ્‍યા છે. તેમેની પાસે કોઈ સરકારી વાહન નહીં હોવાથી તે તેમની રેન્‍જર સાઇકલ પર પોતાની ફરજ બજાવે છે.

મળતી માહિતી અનુસાર, સરકારી વાહન હોવું ફરજિયાત છે કારણ કે ગઢચિરોલી જિલ્લાના દક્ષિણ ભાગની વાત કરીએ તો તે નક્‍સલવાદના કારણે ખૂબ જ દુર્ગમ વિસ્‍તાર તરીકે જાણીતો છે. તેમ છતાં તેમની પાસે સરકારી વાહન નથી.(૨૩.૫)

(9:54 AM IST)