<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ઉત્તર ગોવામાં લગ્ન બાદ કન્‍યાનો પરિવાર વરરાજાને ફેંકી દે છે કૂવામાં

દુનિયાભરમાં લગ્નની અલગ-અલગ પરંપરાઓ હોય છે, પરંતુ એવી ઘણી પરંપરાઓ છે જે લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે

પણજી, તા.૨૫: ભારતમાં અલગ-અલગ સ્‍થળોએ લગ્નની અલગ-અલગ પરંપરાઓ છે. આપણા દેશમાં દરેક સમાજ અને ઘરોમાં લગ્નને લઈને અલગ-અલગ પરંપરાઓ અને વિધિઓ હોય છે. એવી ઘણી ધાર્મિક વિધિઓ છે જે વ્‍યક્‍તિને તેમના વિશે વિચારવા માટે મજબૂર કરે છે, આ સિવાય ઘણી બધી પરંપરાઓ લોકોને હસવા માટે મજબૂર કરે છે.

આજે અમે તમને એવી જ એક લગ્ન પરંપરા વિશે જણાવવા જઈ રહયા છીએ. અહીં લગ્ન પછી વરરાજાને કૂવામાં ફેંકવાની એક વિચિત્ર પરંપરા અનુસરવામાં આવે છે. ભારતના એક ગામમાં આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. ચાલો જાણીએ લગ્નની આ વિધિ ક્‍યાં થાય છે?

આ વિચિત્ર લગ્ન પરંપરા ઉત્તર ગોવામાં ગોવાસીઓ દ્વારા અનુસરવામાં આવે છે. અહીં નવા પરણેલા વરરાજને લઈ જઈને કૂવામાં કે તળાવમાં ફેંકી દેવામાં આવે છે. આ પરંપરાનું નામ ‘‘સાઓ જોઆઓ‘‘ છે. જેના વિશે એવું કહેવાય છે કે, વરરાજાના સ્‍વાસ્‍થ્‍યને સારી રહે છે. એવું પણ કહેવાય છે કે, આ પરંપરા કન્‍યાના પરિવાર માટે વરરાજા વિશે થોડી સારી રીતે જાણવાની તક હોય છે.

આ પહેલીવાર નથી કે જ્‍યાં લગ્નની વિચિત્ર પરંપરાનું પાલન કરવામાં આવ્‍યું હોય. પરંતુ વિશ્વભરમાં વિવિધ સ્‍થળોએ લગ્ન સંબંધિત ખૂબ જ વિચિત્ર પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. કેટલીક જગ્‍યાએ લગ્ન સમયે વરરાજાને મારવામાં આવે છે, તો કેટલીક જગ્‍યાએ લગ્ન પછી વરરાજા સાથે દુર્વ્‍યવહાર કરવામાં આવે છે.

આ સિવાય પણ કેટલીક પરંપરાઓ છે જે તમને હસાવશે. કેટલીક જગ્‍યાએ વરરાજાને ચંપલ મારવામાં આવે છે. આવી સ્‍થિતિમાં ઘણી વખત લોકો લગ્નની આ વિધિઓ કરવામાં સંકોચ અનુભવે છે.(૨૩.૫)

(9:54 AM IST)