News of Tuesday, 25th February 2025
સગીરાના બળાત્કારના આરોપી યુવાનની ધરપકડ : ગર્ભવતી થઈ જતા ગુનો સામે આવ્યો
તબીબી તપાસમાં છ અઠવાડિયાનો ગર્ભ હોવાનો ખુલાસો થતા ગુનો બહાર આવ્યો

પાલઘર, તા.૨૫: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ૧૬ વર્ષની એક કિશોરીનો બળાત્કાર કરનાર ૨૨ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે. કિશોરીના ગર્ભવતી હોવાનો ખુલાસો થયા બાદ મામલો સામે આવ્યો હતો. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે યુવતી છ અઠવાડિયાનો ગર્ભ હતો. પોલીસ મુજબ, આરોપી અને પીડિતા નલાસોપારા વિસ્તારની રહેવાસી છે અને બંને એકબીજાને અગાઉથી ઓળખતા હતા. પોલીસના અહેવાલ મુજબ, ગયા મહિને યુવતી ઘરમાં એકલી હતી ત્યારે આરોપીએ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું. કિશોરીના ગર્ભવતી હોવાનો ખુલાસો થતા માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે અછોલે પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને શનિવારે ઝડપી લેવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪ અને POCSO હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.(૨૩.૨)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
