<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

કરદાતાએ જેની સાથે વેપાર કર્યો હોય તેને આઈટીએ નોટિસ મોકલી

એસેસમેન્‍ટની કામગીરી વખતે અધિકારીની મનમાનીથી આક્રોશ વેપાર કરનાર પાસે બેંક સ્‍ટેટમેન્‍ટ, બિલ સહિતના પુરાવા રજૂ કરવા અલ્‍ટિમેટમ

મુંબઇ,તા.૨૫: આઇટી એસેસમેન્‍ટની કામગીરીનો સમય ઓછો હોવાના કારણે કેટલીક વખત અધિકારીઓ આડેધડ કામગીરી કરતા હોવાની બુમરાણ ઉઠતી હોય છે. તેવી જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩ની એસેસમેન્‍ટની કામગીરીમાં અધિકારીઓ દ્વારા કરદાતાએ જેની સાથે વેપાર કર્યો હોય તેને નોટિસ આપીને વેપારને લગતા કાગળ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવતા કચવાટ પેદા થયો છે.

આઇટી એસેસમેન્‍ટની કામગીરીમાં જે પણ કરદાતાનું એસેસમેન્‍ટ કરવાનું હોય તેની પાસે વેપારને લગતી વિગતો માંગવામાં આવે તે વ્‍યાજબી ગણી શકાય છે, પરંતુ વેપારીએ જેની સાથે વેપાર કર્યો હોય એટલે કે ચીજવસ્‍તુની ખરીદી કરી હોવ તે વેપારીને પણ નોટિસ મોકલીને કઈ તારીખે માલ મોકલ્‍યો, કેટલાનો માલ મોકલ્‍યો, તમારું બેંક સ્‍ટેટમેન્‍ટ સહિતની વિગતો રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જો તે વિગતો રજૂ કરવામાં નહીં આવે તો તમે ખોટી વિગતો રજૂ કરી છે તેમ માનીને અધિકારીઓ એકતરફી એસેસમેન્‍ટ કરીને ઓર્ડર પણ કરી દેતા હોવાની હકીકતો જાણવા મળી છે

તેમાં પણ ૩૧ માર્ચ પહેલા એસેસમેન્‍ટની કામગીરી પૂરી કરી દેવાની સમયમર્યાદા હોવાના લીપે અધિકારીઓ કેટલાક કિસ્‍સામાં આડેધડ આવા ઓર્ડર પણ કરી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે

કરદાતાને પરેશાન કરવા અધિકારીઓ દ્વારા કરાયેલી કાર્યવાહી

એસેસમેન્‍ટની કામગીરીમાં વેપારીએ જે વિગતો રિટર્નમાં દર્શાવી છે તે યોગ્‍ય છે છે કે નહીં તેમજ તેના દ્વારા રજ કરવામાં આવેલા કાગળ યોગ્‍ય છે કે નહીં તેની ચકાસણી આઇટીના અધિકારીઓએ કરવાની હોય છે. જો તેમાં રજ કરવામાં આવેલી વિગતો શકાસ્‍પદ લાગે તો કરદાતાને નોટિસ મોકલવાની હોય છે. તેના બદલે આઇટી અધિકારીઓએ અન્‍યને નોટિસ મોકલીને વિગતો રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવતા અધિકારીઓની કામગીરી સામે સવાલો પેદા થયા છે. તેમજ કરદાતાને પરેશાન કરવા માટે પણ આવી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે..

(10:47 AM IST)