<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

મધ્‍ય પ્રદેશમાં નાસ્‍તો, બિહારમાં લંચ અને આસામમાં ડિનર

પીએમ મોદીએ એક જ દિવસમાં ૩ રાજ્‍યોની મુલાકાત લીધી પ્રધાનમંત્રી મોદી ૨૪ કલાક દેશની સેવા માટે કાર્યરત રહે છેઃ આ વાત ફરી એકવાર સાબિત થઈ

નવી દિલ્‍હી,તા.૨૫:  પ્રધાનમંત્રી મોદી ૨૪ કલાક દેશની સેવા માટે કાર્યરત રહે છે. આ વાત ફરી એકવાર સાબિત થઈ છે. પ્રધાનમંત્રી મોદીએ એક જ દિવસમાં ૩ રાજ્‍યોની મુલાકાત લીધી હતી. સૌથી પહેલા તેઓ મધ્‍યપ્રદેશના ભોપાલમાં ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સમિટનું ઉદ્ધાટન કરવા પહોંચ્‍યા. આ સમિટથી રાજ્‍યમાં નવા રોકાણના દરવાજા ખુલશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મજબૂત પ્રતિભાઓ અને વિકસતા ઉદ્યોગો સાથે મધ્‍યપ્રદેશ એક પસંદગીયુક્‍ત વેપાર સ્‍થળ બની રહ્યું છે અને રાજ્‍યમાં રોકાણ કરવાનો આ યોગ્‍ય સમય છે.

આ પછી પ્રધાનમંત્રી મોદી બિહારના ભાગલપુર પહોંચ્‍યા અને બિહારના ખેડૂતોને તેમના ખાતામાં સીધો લાભ આપ્‍યો. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારના પ્રયાસોથી ભારતનો કળષિ નિકાસ ઘણો વધ્‍યો છે. આથી ખેડૂતોને તેમની ઉપજની વધુ કિંમત મળવા લાગી છે. ઘણા કળષિ ઉત્‍પાદનો એવા છે, જેનો પ્રથમ વખત નિકાસ શરૂ થયો છે. હવે બિહારના મખાનાનું હબ છે. આ એક સુપર ફૂડ છે, જેને હવે વિશ્વના બજારોમાં પહોંચાડવું છે. આ માટે આ વર્ષના બજેટમાં મખાના ખેડૂતો માટે મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પછી પ્રધાનમંત્રી મોદી આસામની રાજધાની ગુવાહાટી પહોંચ્‍યા. આસામમાં પ્રધાનમંત્રીનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું. તેઓ રેકોર્ડ ૯૦૦૦ કલાકારો દ્વારા ઝુમોર બિનંદિની નળત્‍ય પ્રદર્શનના સાક્ષી બન્‍યા હતા. આ પ્રસંગે તેમણે સ્‍થાનિક આદિવાસીઓના ઢોલ પણ વગાડ્‍યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે હું આસામના કાજીરંગામાં રોકાવા અને તેની જૈવિક વૈવિધ્‍યતાને દુનિયાને જણાવનાર પ્રથમ પ્રધાનમંત્રી છું. અમુક મહિના પહેલા જ આસામી ભાષાને શાષાીય ભાષાનો દરજ્જો આપ્‍યો છે. આસામના લોકો તેમની ભાષાના આ સન્‍માનની દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા.

(10:48 AM IST)