તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 25th February 2025
આશીષ ચંચલાની અને રણવીર અલ્લાહબાદિયાની મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા બે કલાક પુછપરછ કરાઈ
ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના શો મામલે થયેલા વિવાદમાં સમય રૈનાની સાથે શોમાં ગેસ્ટ તરીકે આવેલા

મુંબઈ :ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના શો મામલે થયેલા વિવાદમાં સમય રૈનાની સાથે શોમાં ગેસ્ટ તરીકે આવેલા આશીષ ચંચલાની અને રણવીર અલ્લાહબાદિયાને મહારાષ્ટ્રના સાઈબર સેલ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા. આ સમન્સ બાદ સોમવારે આશીષ અને રણવીરે મહારાષ્ટ્રના નવી મુંબઈ ખાતે મ્હાપે સ્થિત સાઈબર સેલમાં તેમના નિવેદનો નોંધાવ્યા હતા.
રણવીર અલ્લાહબાદિયાને સાઈબર સેલ દ્વારા મોકલવામાં આવેલ આ બીજું સમન્સ હતું. આ પહેલા તેમને જ્યારે સમન્સ મોકલવામાં આવેલ ત્યારે તેમની ટીમ દ્વારા ડિજિટલી નિવેદન લેવા અપીલ કરવામાં આવી હતી. જો કે આ માંગ ફગાવી લેવામાં આવી હતી. હવે જ્યારે બીજું સમન્સ આવતાની સાથે જ રણવીરે સાઈબલ સેલમાં આ મામલે તેમનું નિવેદન નોંધાવ્યું હતું. આશીષ ચંચલાની અને રણવીરની બે કલાક પુછપરછ કરવામાં આવી હતી.
રણવીર અલ્લાહબાદિયા અને આશીષ ચંચલાની પર સમય રૈનાનો શો ઈન્ડિયા શો લેટેન્ટમાં જઈને અશ્વીલતાને પ્રોત્સાહન આપવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલે અત્યાર સુધી 4 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. 42 લોકોની પુછપરછ કરવામાં આવી છે. હાલ સમય રૈના દેશની બહાર છે તેથી માત્ર તેમને જ ડિજિટલી હાજર થઈને નિવેદન નોંધવાની પરમિશન આપવામાં આવી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે પણ રણવીર અલ્લાહબાદિયા, સમય રૈના અને તેમની સાથી અપૂર્વા મખીજાને સમન્સ મોકલ્યા છે. આ માટે રણવીર અને અપૂર્વાને 6 માર્ચ અને સમયને 11 માર્ચે હાજર રહેવા જણાવ્યું છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
