News of Tuesday, 25th February 2025
રાત્રે 2.30 વાગ્યાથી ખુલશે મહાકાલના પટ: સતત 44 કલાક સુધી ભાવિકો દર્શનનો લાભ લઈ શકાશે
જ્યોતિર્લિગની પૂજા અનુસાર ભગવાન મહાકાલની પૂજા ચાર પ્રહરની હશે. ગર્ભ ગૃહમાં સતત ભગવાન મહાકાલની મહાપૂજાનો ક્રમ ચાલતો રહેશે

વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં મહાશિવરાત્રીને લઈને મંગળવારે રાત્રે 2.30 વાગ્યાથી લઈને મંદિરના પટ ખુલશે. ભક્તો સતત 44 કલાક સુધી મહાકાલના દર્શન કરી શકશે.
જ્યોતિર્લિગની પૂજા અનુસાર ભગવાન મહાકાલની પૂજા ચાર પ્રહરની હશે. ગર્ભ ગૃહમાં સતત ભગવાન મહાકાલની મહાપૂજાનો ક્રમ ચાલતો રહેશે. મંદિર પ્રશાસને ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરી છે. સામાન્ય, વીઆઈપી તથા વૃદ્ધો અને દિવ્યાંગ માટે અલગ અલગ દ્વારથી પ્રવેશની વ્યવસ્થા રહેશે.
જાણો 44 કલાકમાં ક્યારે આરતી અને પૂજા થશે
મંગળવાર અને બુધવારે મધ્ય રાત્રિના 2.30 વાગ્યે મંદિરના પટ ખુલતાની સાથે જ ભસ્મ આરતી થશે.
બુધવારે વહેલી સવારે 7.30 થી લઈને 8.15 સુધી બાલભોગ આરતી થશે.
સવારે 10.30 થી 11.15 સુધી ભોગ આરતી થશે.
બપોરે 12 વાગ્યે ભગવાન મહાકાલની શાસકીય પૂજા થશે.
સાંજે 4 વાગ્યાથી હોલકર અને સિંધિયા વંશ દ્વારા પૂજા કરવામાં આવશે.
સાંજે 7 થી 10 વાગ્યા સુધી કોટેશ્વર મહાદેવની પૂજા અને સેહરા શણગાર થશે.
રાત્રે 11 વાગ્યાથી મહાકાલની ભવ્ય પૂજા ગર્ભગૃહમાં યોજાશે, જે આખી રાત ચાલુ રહેશે.
ગુરુવારે સવારે 6 થી 10 વાગ્યા સુધી સેહરા દર્શન થશે.
ભસ્મ આરતી વર્ષમાં એકવાર બપોરે ૧૨ વાગ્યે કરવામાં આવશે.
બપોરે 2 વાગ્યે બાલભોગ અને ભોગ આરતી થશે.
રાત્રે 11 વાગ્યે શયન આરતી પછી દરવાજા બંધ કરવામાં આવશે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
