<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

કાશીથી અયોધ્‍યા ૪૦ કિ.મી.નો લાંબો ટ્રાફીક જામઃ ગુજરાતી ભાવિકો અટવાયા

કાલે મહાશિવરાત્રીના પવિત્ર સ્‍નાન માટે શ્રદ્ધાળુઓ ઉમટયાઃ સાંજથી પ્રયાગરાજમાં વાહનની એન્‍ટ્રી બંધ

પ્રયાગરાજ તા. રપઃ આવતીકાલે મહાકુંભમાં મહાશિવરાત્રીના અંતિમ પવિત્રતાાન માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અનેક ગુજરાતીઓ મહાશિવરાત્રીએ પવિત્ર તાાન કરવા સંગમ પહોંચ્‍યા છે. જોકે, ગુજરાતીઓ ભારે ટ્રાફિકમાં ફસાઇ ગયા છે. કાશીથી અયોધ્‍યા તરફના રોડ પર ૪૦ કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે.

મહાકુંભ સ્‍નાન માટે ગયેલા ગુજરાતીઓ ટ્રાફિકમાં ફસાયા છે. અમદાવાદ-રાજકોટ,ભાવનગરના શ્રદ્ધાળુઓ ટ્રાફિકમાં ફસાયા છે. અયોધ્‍યા તરફ જતા રોડ પર ૪૦ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ લાગ્‍યો છે અને મોટાભાગના રસ્‍તાઓ બ્‍લોક થઇ ગયા છે.કુંભમાં જતા લોકોની ભીડ વધી જતા ઠેર ઠેર ટ્રાફિક જામની સ્‍થિતિ સર્જાઇ છે.

મહાકુંભનો કાલે મહાશિવરાત્રિએ અંતિમ દિવસ છે. મંગળવાર સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આસપાસના જિલ્લામાંથી પણ લોકો સંગમમાં તાાન કરવા માટે પહોંચી રહ્યાં છે. ઙ્કયાગરાજ શહેરના તમામ એન્‍ટ્રી પોઇન્‍ટ પર ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસ ધીમે ધીમે વાહનોને બહાર કાઢી રહી છે.

ભીડને જોતા તંત્રએ આજ સાંજથી ૬ વાગ્‍યાથી પ્રયાગરાજ કમિશનરેટ એટલે કે શહેરને નો-વ્‍હીકલ ઝોન જાહેર કર્યો છે. સાંજથી કોઇ પણ વાહન શહેરમાં એન્‍ટ્રી નહીં કરી શકે.

ભીડને જોતા આજે મંગળવાર સવારથી જ પ્રયાગરાજ પહોંચનાર ગાડીઓને સંગમમાંથી ૧૦ કિલોમીટર પહેલા જ પાર્કિગમાં રોકવામાં આવી રહી છે. તંત્રએ અપીલ કરી છે કે શ્રદ્ધાળુઓ નજીકના ઘાટ પર તાાન કરે અને ઘરે જાય. આજે સવારે ૧૦ વાગ્‍યા સુધી ૫૦.૭૬ લાખ લોકોએ ડુબકી લગાવી છે. મહાકુંભ પર નજર રાખવા માટે એરફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે.

અયોધ્‍યા રામ મંદિરમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહાકુંભમાં સ્‍નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ અયોધ્‍યા પહોંચી રહ્યાં છે. 

(2:38 PM IST)