News of Tuesday, 25th February 2025
ભારે કરી! એક મહિલાને બે પતિ, એક હિન્દુ એક મુસ્લિમઃ બંનેએ મહિલાને પોતાની પત્ની ગણાવીને દાવો કર્યો
બિહારના પૂર્ણિયાની ફેમિલી કોર્ટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો

પૂર્ણિયા, તા.૨૫: બિહારના પૂર્ણિયાની ફેમિલી કોર્ટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક મહિલા સાથે બે લોકો આવ્યા હતા. તેમાંથી એક હિન્દુ છે તો બીજો મુસલમાન. બંનેએ મહિલાને પોતાની પત્ની ગણાવીને દાવો કર્યો હતો. આ ઘટના બાદ પરિવાર પરામર્શ કેન્દ્રના અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા છે. ત્રણેયને સમજાવ્યા. ન માન્યા તો ફટકાર લગાવી. ત્યારે જાણવા મળ્યું કે, મહિલા તો પહેલાથી પરણેલી હતી, પણ પતિને દગો આપીને તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. હકીકતમાં જોઈએ તો, પૂર્ણિયાના સરસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચંપાવતી ગામના રહેવાસી એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે, એક યુવક તેમની દીકરીને ભગાડીને લઈ ગયો છે. પોલીસે આરોપી યુવકને પોલીસ ચોકીએ બોલાવ્યો અને પૂછપરછ કરી. તેમાં તેમણે જણાવ્યું કે, ફરિયાદકર્તાની દીકરી તેની પત્ની છે. આ દરમ્યાન ફરિયાદકર્તાની સાથે અન્ય એક યુવક પણ આવી પહોંચ્યો. તેણે તરત આ વાતને લઈને વાંધો ઉઠાવ્યો. કહ્યું કે, યુવતીના લગ્ન તેની સાથે થયા છે અને તેના કાગળિયા પણ છે. કહ્યું કે, યુવતી પાસે રહેલું બાળક પણ તેનું છે. ત્યારે આવા સમયે પોલીસે આ ઘરેલુ મામલો ગણાવતા ફેમિલી કાઉન્સિલિંગ સેન્ટરમાં રેફર કરી દીધા.
અહીં બંને યુવકોના દસ્તાવેજોની તપાસ થઈ. તેમાં એક લગ્નને ત્રણ મહિના પહેલા થયા હોવાનું સામે આવ્યું, જ્યારે મહિલાના ખોળામાં દોઢ વર્ષનો દીકરો હતો. ત્યારે કેન્દ્રના સભ્યોએ યુવક અને છોકરીને ફટકાર લગાવી. ત્યાર બાદ છોકરીએ કબૂલી લીધું કે તેણે પતિને દગો આપીને બીજા સમુદાયના યુવક સાથે લગ્ન કરી લીધા. આ અગાઉ તેને ધર્મ પરિવર્તન પણ કરાવ્યું છે. આ નિવેદન બાદ મામલો તણાવપૂર્ણ બની ગયો. જો કે ફેમિલી કાઉન્સિલિંગ સેન્ટરે પહેલા પતિથી છૂટાછેડા વિના બીજા લગ્નને હિન્દુ અને મુસ્લિમ ધર્મ વિરુદ્ધ ગણાવ્યા હતા. કેન્દ્રના સભ્ય બબિતા ચૌધરીએ જણાવ્યું કે, હિન્દુ મેરેજ એક્ટ તથા મુસ્લિમ મેરેજ એક્ટ બંનેમાં છૂટાછેડા વિના પતિ અથવા પત્ની બીજા લગ્ન કરી શકે નહીં. મુસ્લિમ યુવકે એક શપથપત્ર આપ્યું છે, જેમાં છ વર્ષ પહેલા જ ભાગીને છોકરી લગ્ન કરવાની વાત કહી છે. કેમ કે ઉંમર અનુસાર, ૬ વર્ષ પહેલા છોકરી સગીર હતી, એટલા માટે એક સગીરને ભગાડીને લગ્ન કરવા પર તેના વિરુદ્ધ પોક્સો એક્ટ લાગશે. તો વળી છોકરી પહેલાથી પરણેલી છે, એટલા માટે ભાગીને લગ્ન કર્યા છે, તો અપહરણનો ગુન્હો પણ લાગશે. કેન્દ્રે છોકરીના લગ્ન ગેરકાયદેસર ગણાવ્યા છે. જ્યારે યુવતીના પહેલા પતિ અને તેના પિતાએ ત્રણ વર્ષ પહેલા લગ્નની વાત કહી છે. છોકરી હાલમાં પણ મુસ્લિમ યુવક સાથે રહેવાની જીદ કરી રહી છે. આ બાજુ તેનો અસલી પતિ હજુ પણ તેની ભૂલને માફ કરવાની વાત કરી રહ્યો છે. છોકરીના નહીં માનવા પર પહેલા પતિએ બાળકોના જન્મ સંબંધમાં હોસ્પિટલના દસ્તાવેજ અને બાળકો પર દાવો કર્યો. ત્યાર બાદ કેન્દ્રએ બાળકો તેના પિતાને સોંપવાનો આદેશ આપ્યો. આ આદેશ સાંભળતા જ છોકરીએ માફી માગતા પોતાના અસલી પતિ પાસે રહેવા તૈયાર થઈ ગઈ. હવે આ યુવતીનું શુદ્ધિકરણ કરાવીને ઘર વાપસીની તૈયારી થઈ રહી છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
