<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

સુપ્રીમ કોર્ટમાં ર૦૧૧માં દાદ મંગાયેલ : ૧૪ વર્ષ આવ્‍યો ચૂકાદો

સગીરાના અપહરણ-હત્‍યાના આરોપીએ ર૧ વર્ષ જેલમાં કાપ્‍યા : બે દાયકા બાદ નિર્દોષ છૂટયો

નવી દિલ્‍હી, તા. રપ :  સર્વોચ્‍ચ અદાલતે ૨૧ વર્ષ પછી હત્‍યાના એક આરોપીને નિર્દોષ છોડ્‍યો છે. કોર્ટે સ્‍વીકાર કર્યો કે આરોપીને ન્‍યા આપવામાં મોડુ થઇ ગયું છે. મોટી વાત આ છે કે આરોપીનો કેસ સુપ્રીમ કોર્ટમાં ૧૩ વર્ષ સુધી પેન્‍ડિંગ રહ્યો હતો. તે બાદ ૧૧ મહિના માટે ચુકાદાને સુરક્ષિત રાખવામાં આવ્‍યો હતો.

મોહમ્‍મદ બાની આલમ માજિદની ઓગસ્‍ટ ૨૦૦૩માં એક ૧૬ વર્ષની સગીરાનું અપહરણ અને હત્‍યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કામરૂપ સેશન કોર્ટે ૨૦૦૭માં તેને આજીવન કેદની સજા સંભળાવી હતી.

૨૦૧૦માં ગુવાહાટી હાઇકોર્ટે પણ સેશન કોર્ટના ચુકાદાને યથાવત રાખ્‍યો હતો.તે બાદ ૨૦૧૧માં માજિદે ન્‍યાય માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્‍યા હતા. ઓક્‍ટોબર ૨૦૧૮માં માજિદને આઠ અઠવાડિયાના વચગાળાના જામીન મળ્‍યા હતા. આ જામીન તેની બીમાર માતાને મળવા માટે આપવામાં આવ્‍યા હતા. તે બાદ ફરી તેને જેલમાં પરત ફરવું પડ્‍યું હતું.સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં ચુકાદો સંભળાવવામાં એક દાયકાનો સમય લગાવ્‍યો હતો. ૨૧ માર્ચ ૨૦૦૪માં ચર્ચા પૂર્ણ થઇ હતી અને ચુકાદાને સુરક્ષિત રાખવામાં આવ્‍યો હતો. ચર્ચા પૂર્ણ થયા બાદ ચુકાદો સંભળાવવામાં પણ ૧૧ મહિનાનો સમય લાગ્‍યો હતો. જસ્‍ટિસ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુઇયાની બેન્‍ચે ચુકાદો સંભળાવ્‍યો કે આરોપી વિરૂદ્ધ કોઇ આરોપ સાબિત થતો નથી. એવામાં તેને નિર્દોષ છોડવામાં આવે છે.

પોતાના ચુકાદામાં બેંચે એમ પણ કહ્યું કે આરોપી વિરૂદ્ધ પુરતા પુરાવા નથી. આ સિવાય પીડિતાને જ્‍યારે અંતિમ વખત જોવામાં આવી અને જ્‍યારે તેની લાશ મળી તો ઘણા સમયનું અંતર હતું. આ દરમિયાનના કોઇ પુરાવા મળ્‍યા નથી કે માજિદે હત્‍યા કરી હોય. બેંચે કહ્યું કે માજિદ અને પીડિતા રિલેશનશીપમાં હતા અને તેના પરિવારે પીડિતાના પરિવારને લગ્નનું આશ્વાસન પણ આપ્‍યુ હતું. એવામાં એમ ના કહી શકાય કે પૈસા માટે યૌન શોષણ કરવામાં આવ્‍યું હોય.

(3:40 PM IST)