News of Tuesday, 25th February 2025
આંધ્ર પ્રદેશમાં હાથીના ટોળાનો હુમલોઃ પાંચ શ્રધ્ધાળુ માર્યા ગયા
અન્નમય્યા જિલ્લામાં મંદિરે મહાશિવરાત્રીની તૈયારીઓ ચાલતી હતી ત્યારે બની ઘટના

હૈદ્રાબાદ તા. રપ :.. આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશના અન્નમય્યા જિલ્લામાંથી હાથીઓના ટોળાએ હુમલો કરીને ૫ લોકોને મારી નાખ્યા હતાં.
જિલ્લાના તાલકોનામાં ભગવાન શિવ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું જેમાં ઘણા ભક્તો ભાગ લેવાના હતા. આ દરમિયાન હાથીઓના ટોળાએ હુમલો કર્યો. આમાં ૫ લોકોના ઘટનાસ્થળે જ અવસાન થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
અહેવાલ મુજબ, અકસ્માત આજે મંગળવારે સવારે ૫-૩૦ વાગ્યાની આસપાસ થયો હતો. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, એક ભક્તે બૂમો પાડીને હાથીઓના ટોળાને ડરાવવાનો પ્રયાસ કર્યો. આનાથી હાથીનું ટોળું ગુસ્સે થયું અને તેણે લોકો પર હુમલો કર્યો. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૨ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, મળતકો રેલ્વે કોડુરુ મંડળના ઉરાલગડાપાડુ ગામના રહેવાસી હતા.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
