News of Tuesday, 25th February 2025
૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને આપવામાં આજીવન કેદની સજા પર આમ આદમી પાર્ટી અને ભાજપની પ્રતિક્રિયા

દિલ્હી ભાજપ સરકારના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે, "૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં કોંગ્રેસના સજ્જન કુમારને આજીવન કેદની સજા અદાલતે ફટકારી છે ત્યારે આજે અમને રાહત મળી છે. બધા કેસ કોંગ્રેસના શાસનકાળના છે અને તેમને દબાવીને સમાપ્ત કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ ૨૦૧૪માં વચન આપ્યું હતું કે તેઓ એક સીટ બનાવશે અને આ લોકોને જેલમાં ધકેલી દેશે.
દિલ્હી તિલક નગરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહે એક પત્રકાર પરિષદમાં કહ્યું, "અમે "સીટ"ની રચના કરી અને તપાસ કરી તેનો શ્રેય ભાજપ નેતાઓ લઈ રહ્યા છે. પરંતુ તેમણે દાવો કર્યો હતો કે ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા ઘણા લોકો ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોમાં સામેલ હતા. આ બધા નેતાઓ કે જેઓ સીધા ભાજપ અને સંઘ સાથે જોડાયેલા છે છે તેમને પણ સજા થવી જોઈએ.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
