<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

લ્‍યો બોલો... ઘરના નહિ માનતા પ્રેમી-પ્રેમિકાએ ઝેર પીધું: બચી ગયાઃ હોસ્‍પીટલમાં કરાયા લગ્ન

ઝારખંડનો અનોખો કિસ્‍સો

ધનબાદ,તા.૨૭: ઝારખંડના ધનબાદ જિલ્લાના કુમારધુબીમાં, એક પ્રેમી યુગલે સાથે જીવવા અને મરવાના શપથ લેતા ઝેર પી લીધું. પહેલા પ્રેમીએ ઝેર પી લીધું, જેને જોઈને પ્રેમિકાએ પણ આત્‍મહત્‍યા કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ નસીબે તેમનો સાથ આપ્‍યો અને બંનેના જીવ બચી ગયા. તેના આ પગલાથી પ્રભાવિત થઈને, પરિવારે તેના લગ્ન હોસ્‍પિટલના પરિસરમાં જ કરાવી દીધા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૪ વર્ષીય આલોક વર્મા અને ૨૩ વર્ષીય નેહા કુમારી છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. જ્‍યારે તેણે લગ્ન કરવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી ત્‍યારે પરિવારે તેનો વિરોધ કર્યો. હતાશામાં, પહેલા આલોકે ઝેર પી લીધું, પછી નેહાએ પણ એ જ પગલું ભર્યું. તેમને ગંભીર હાલતમાં ધનબાદની લ્‍ફપ્‍પ્‍ઘ્‍ણ્‍ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા, જ્‍યાં ડોક્‍ટરોએ તેમનો જીવ બચાવ્‍યો હતો.

જ્‍યારે પરિવારને તેમની ઊંડી લાગણીઓનો અહેસાસ થયો, ત્‍યારે તેમણે હોસ્‍પિટલમાં જ એક સાદા સમારંભમાં તેમના લગ્ન કરાવી દીધા. હાલમાં, બંને હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત પહેલા કરતા સારી છે. આલોકે જણાવ્‍યું કે નેહાના ભાઈએ તેને મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે તેઓ ખૂબ ડરી ગયા હતા અને તણાવમાં હતા.

સોમવારે આલોક વર્માએ ઝેર પી લીધું હતું, ત્‍યારબાદ તેમને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. નેહા પણ તેના બોયફ્રેન્‍ડની હાલત જોઈને ખૂબ જ ચિંતિત થઈ ગઈ. મંગળવારે રાત્રે તે SNMMCH હોસ્‍પિટલમાં પહોંચી અને ઝેરી દવાના વોર્ડની બહાર હંગામો મચાવ્‍યો.

નેહાએ આલોકને મળવા અને તેની સાથે રહેવાનો આગ્રહ રાખ્‍યો, પરંતુ આલોકના પરિવારે તેને અંદર પ્રવેશતા અટકાવી અને બળજબરીથી બહાર કાઢી મૂકી. આનાથી ગુસ્‍સે થઈને નેહાએ વોર્ડની બહાર વિરોધ શરૂ કર્યો. આખરે, દુઃખમાં તેણે પણ ઝેર પી લીધું, જેના કારણે તેને પણ હોસ્‍પિટલમાં દાખલ થવું પડ્‍યું. બંનેની હાલતમાં સુધારો થયા બાદ, પરિવારે બુધવારે હોસ્‍પિટલમાં એક સાદગીપૂર્ણ સમારંભમાં તેમના લગ્ન કરાવ્‍યા.

(11:41 AM IST)