<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

તાજેતરના વરસાદથી કાશ્‍મીરને મળી થોડી રાહતઃ જોકે હજુ પણ વરસાદની ઘટ ૬૯ ટકા છે

જમ્‍મુ તા.૨૭: તાજેતરના વરસાદે કાશ્‍મીરમાં વરસાદની ઘટને ૧૪ ટકા જેટલી ઘટાડી દીધી છે. ગત સપ્તાહે વરસાદની ઘટ ૮૩ ટકા હતી જે બુધવાર સુધીમાં હવે ૬૯ ટકા થઇ ગઇ છે.

છેલ્લા એક અઠવાડીયામાં લદાખના કારગીલ સાથે જમ્‍મુના રાજાૈરી અને પૂંચ જીલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. આ વર્ષના પહેલા ૫૦ દિવસો શૂન્‍ય વરસાદ પછી કારગીલમાં ૨૫ મીમીના સામાન્‍ય વરસાદ સામે ૧૬.૪ મીમી વરસાદ નોંધાયો છે. મળતા આંકડાઓ અનુસાર જમ્‍મુના રાજાૈરી અને પૂંચ જીલ્લાઓમાં વરસાદની ઘટ ૭૦ ટકાથી ઘટીને ૫૦ ટકા થઇ ગઇ છે. સમગ્ર જમ્‍મુ કાશ્‍મીરમાં વરસાદની ઘટ ગત સપ્તાહના ૮૩ ટકાની સામે ૬૯ ટકા થઇ ગઇ છે.

આગામી બે દિવસ હજુ પણ હિમવર્ષા અને વરસાદની આગાહી છે., જેથી આ સીઝનમાં વરસાદની ઘટ હજુ પણ હિમવર્ષા ઓછી થવાની શકયતા છે. હવામાન વિભાગે  જમ્‍મુ અને કાશ્‍મીર માટે યલો અને ઓરેંજ એલર્ટ જાહેર કર્યા છે, જેમાં ૨૮ ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ વર્ષોથી સતત વરસાદમાં ઘટાડાના વલણ વચ્‍ચે, કાશ્‍મીર ખીણમાં ૨૦૨૫માં છેલ્લા આઠ વર્ષોનો સૌથી  ઓછો વરસાદ નોંધાયો છે. ઓફીશ્‍યલ આંકડાઓ અનુસાર, ડીસેમ્‍બર ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં વરસાદની ઘટ ૭૦ ટકા નોંધાઇ છે.

(2:47 PM IST)