News of Thursday, 27th February 2025
પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ સતત બાબા સાહેબ આંબેડકર અને શહીદ ભગતસિંહનું અપમાન કર્યું: ભાજપ ધારાસભ્ય
માલવિયા નગરમાં ભગતસિંહના નામ પર એક ઉદ્યાન છે, જ્યાં તેમની પ્રતિમા છેલ્લા 3 વર્ષથી ક્ષતિગ્રસ્ત હાલતમાં છે સન્માન હોય તો સમારકામ કેમ ના કરાવ્યું ?

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા સત્ર દરમિયાન, માલવિયા નગરના ભાજપના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે કહ્યું, “ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દિલ્હીમાં વિપક્ષના નેતા આતિશીએ સતત બાબા સાહેબ આંબેડકર અને શહીદ ભગતસિંહનું અપમાન કર્યું છે. માલવિયા નગરમાં ભગતસિંહના નામ પર એક ઉદ્યાન છે, જ્યાં તેમની પ્રતિમા છેલ્લા 3 વર્ષથી ક્ષતિગ્રસ્ત હાલતમાં છે. જો અરવિંદ કેજરીવાલ, આતિશી અને તેમની પાર્ટી સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન કરતી હોત, તો તેઓ આ પ્રતિમાઓનું સમારકામ કરાવત. પરંતુ આ લોકોએ તેનો ઉપયોગ ફક્ત રાજકારણ માટે કર્યો. અમે એક મહિનાની અંદર નવી પ્રતિમા સ્થાપિત કરીશું અથવા હાલની પ્રતિમા ફરીથી સ્થાપિત કરીશું.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
