News of Sunday, 2nd March 2025
મહેસાણામાં મનરેગા યોજનામાં બોગસ જોબકાર્ડનો પર્દાફાશ : લોકપાલ તપાસમાં કૌભાંડનો ભાંડો ફૂટ્યો
આશાવર્કર અને VCE લાભાર્થી બની ગયા હતા. તેમજ 90 હજાર રૂપિયાનું બંનેએ વેતન લઈ લીધું

મહેસાણામાં મનરેગા યોજનામાં બોગસ જોબકાર્ડનો પર્દાફાશ થયો છે. મહેસાણાનાં પામોલમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. આશાવર્કર અને VCE લાભાર્થી બની ગયા હતા. તેમજ 90 હજાર રૂપિયાનું બંનેએ વેતન લઈ લીધું હતું. લોકપાલની તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. બંને પાસેથી વેતન રિકવર કરવામાં આવ્યું છે.
મહેસાણાના પામોલમાં મનરેગા યોજનામાં બોગસ જોબકાર્ડ બનાવી 90 હજાર લઈ લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. આશા વર્કર અને વીસીઈ મનરેગા યોજનાનાં લાભાર્થી બની ગયા હતા. આશાબેન બાવા અને ચૌધરી હસમુખભાઈ નામનાં વ્યક્તિ ખોટા લાભાર્થી બની ગયા હોવાનો તપાસમા ખુલાસો થયો છે
લોકપાલની તપાસ બાદ 90 હજાર રૂપિયા રિકવર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમજ બંને પાસેથી મનરેગા યોજનામાંથી લીધેલ 90 હજાર જેટલું વેતન રિકવર કરાયું છે. આશાબેન બાવાએ 2020 થી 2024 સુધી 4 વર્ષમાં કુલ રૂા. 40,175 રૂપિયા મેળવ્યા હતા. તેમજ હસમુખભાઈ ચૌધરીએ 2022 થી 2024 સુધી બે વર્ષ દરમ્યાન રૂા. 50,082 મેળવ્યા હતા.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
