<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સાસણ ગીર ખાતે ભાવભર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને કાલે વિશ્વ વન્યજીવ દિવસના અવસરે સાસણમાં સિંહ સદન ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સાતમી બેઠક યોજાશે

( વિનુ જોશી દ્વારા ) જુનાગઢ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આજે સાસણ ગીર ખાતે ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાસણ ગીર હેલીપેડ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મુખ્ય સચિવ પંકજ જોશી, વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, કલેકટર  અનિલકુમાર રાણાવસિયા, એસ.પી. ભગીરથસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે સ્વાગત કર્યું હતું.
 અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને આવતીકાલે તા.૩ માર્ચ વિશ્વ વન્યજીવ દિવસના અવસરે સાસણમાં સિંહ સદન ખાતે  નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સાતમી બેઠક યોજાનાર છે. આ બેઠક પૂર્વે આજે  વડાપ્રધાનનું ગીરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

(8:22 PM IST)