News of Sunday, 2nd March 2025
“CAG રિપોર્ટ પર દિલ્હી વિધાનસભામાં સોમવારે ચાલુ રહેશે:અધ્યક્ષે કહ્યું -દરેકને ચર્ચામાં ભાગ લેવા આમંત્રણ
વિજેન્દ્ર ગુપ્તાએ કાલે હું લેફ્ટનન્ટ ગવર્નરને મળીશ અને તેમના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કરીશ

નવી દિલ્હી :દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, “CAG રિપોર્ટ પર ચર્ચા આવતીકાલે સોમવારે ચાલુ રહેશે, આવતીકાલે હું લેફ્ટનન્ટ ગવર્નરને મળીશ અને તેમના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કરીશ. આ ક્ષણ દિલ્હી વિધાનસભા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ સત્રમાં તેમના સંબોધનમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તમામ સભ્યોએ તેમાં ભાગ લીધો હતો.
વિજેન્દર ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે અમારો પ્રયાસ છે કે ગૃહ કાયદા મુજબ ચાલે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષના તમામ સભ્યોએ ચર્ચામાં ભાગ લેવો જોઈએ. અમે દરેકને ચર્ચામાં ભાગ લેવા આમંત્રિત કરીએ છીએ.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
