<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

સાળીએ બનેવીને પતાવી દીધો : સુહાગ છીનવાઈ ગયો છતાં ખુશ હતી મોટી બહેન

પોલીસે બ્‍લાઈન્‍ડ મર્ડર મિસ્‍ટ્રીને સોલ્‍વ કરતા પોલીસે મૃતકની પત્‍નિ, તેની બહેન પૂનમ અને કાતિલ પ્રેમીની ધરપકડ કરી

મેરઠ, તા.૩: યૂપીના મેરઠના જાની પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં ૨૫ ફેબ્રુઆરીના રોજ કુસૈડી ગામના અજય ઉર્ફ બિટ્ટૂની હત્‍યાને લઈને પોલીસે સનસનીખેજ ખુલાસો કર્યો છે. અજયની હત્‍યા તેની સાળીએ જ કરી હતી. ષડયંત્રમાં મૃતકની પત્‍ની સંગીતા અને તેના પ્રેમી અવનીશ પણ સામેલ હતો. બે દિવસ પહેલા ખેતરમાંથી લાશ મળી હતી. પોલીસે બ્‍લાઈન્‍ડ મર્ડર મિસ્‍ટ્રીને સોલ્‍વ કરતા પોલીસે મૃતકની પત્‍ની, તેની બહેન પૂનમ અને કાતિલ પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

મર્ડરનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ. હત્‍યાકાંડમાં સામેલ ચોથો આરોપી આશુ ફરાર છે. સાળીએ બદલો લેવા માટે થઈને પોતાના જ બનેવીની હત્‍યા કરાવી નાખી. પોલીસે જ્‍યારે પૂનમ સાથે પૂછપરછ કરી કે મૃતક અજય સાથે તેને શું દુશ્‍મની હતી. તો પૂનમે જણાવ્‍યું કે, ‘‘બનેવી અજયની હત્‍યા કરવાનો પ્‍લાન તેણે જ બનાવ્‍યો હતો. તેની મોટી બહેન સંગીતા, અવનીશ અને આશુ તો ખાલી મહોરા છે.''

 સંગીતા અને તેની બહેન પૂનમના લગ્ન પણ કુસૈડીમાં એક જ પરિવારમાં થયા હતા. સંગીતાના લગ્ન અજય સાથે જ્‍યારે અજયના પિતરાઈ ભાઈ અનુજ સાથે પૂનમના લગ્ન થયા હતા. આ લગ્ન અજયે જ કરાવ્‍યા હતા. પૂનમના બનેવી અજય જાદુ-ટોણા જાણતો હતો. એક વર્ષ પહેલા પૂનમના પતિ અનુજનું મોત થઈ ગયું હતું. પૂનમને લાગતું હતું કે અનુજનો મોત તેના બનેવી અજયના જાદુ-ટોણા કરવાથી થયું છે. પૂનમે પતિના મોત બાદ બનેવીને પતાવી દેવાનો પ્‍લાન બનાવ્‍યો હતો.

 પતિ અનુજના મોત બાદ પૂનમનો સંબંધ મોટી બહેન સંગીતાના દિયર દીપુ સાથે થયો. પૂનમ દીપુ સાથે લગ્ન કરી ફરીથી ઘર વસાવવા માગતી હતી. અજયને જ્‍યારે આ લવ સ્‍ટોરી વિશે જાણ થઈ તો તેણે વિરોધ કરવાનું શરૂ કર્યું

અજય દારૂ પણ પીતો હતો. તે પોતાની પત્‍ની સંગીતાને પણ હેરાન કરતો હતો. આ દરમ્‍યાન પૂનમ અવનીશના કોન્‍ટેક્‍ટમાં આવી ગઈ. અવનીશની પત્‍ની કોરોના કાળમાં મૃત્‍યુ પામી હતી. તે લગ્ન કરવા માગતો હતો. પૂનમને ખબર હતી કે, અજય સાથે બહેન સંગીતાને સારા સંબંધો રહયા નથી. અજય તેની સાથે મારપીટ કરે છે. તેનો ફાયદો ઉઠાવીને પૂનમે પોતાની બહેન સંગીતાની મુલાકાત અવનીશ સાથે કરાવી. સંગીતા પતિ અજયથી દૂર રહેવા લાગી અને અવનીશની નજીક જવા લાગી. ત્રણેયે મળીને અજયની હત્‍યાનું કાવતરું રચ્‍યું. અજય હરિદ્વાર શેરડીના ટેમ્‍પા ભરવાનું કામ કરતો હતો. ૨૨ ફેબ્રુઆરીના રોજ તે ગામડે આવ્‍યો હતો. ૨૫ ફેબ્રુઆરીના રોજ તેને મોદીનગરમાં ટ્રેનથી હરિદ્વાર જવાનું હતું.(૨૩.૫)

(9:46 AM IST)