<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ધૂમધામથી લગ્ન કર્યાઃ પતિ-પત્‍નીએ સુહાગરાત મનાવીઃ સવારે દુલ્‍હન પ્રેગ્નેન્‍ટ થઈ ગઈઃ બાળકને જન્‍મ આપતા ભાંડો ફુટયો

એક પુરુષનું પિતા બનવાનું સપનું તો પૂરુ થયું પણ બહુ જલદીઃ જેનાથી તેના હોશ ઉડી ગયા

પ્રયાગરાજ,તા.૩: દરેક પરણેલા કપલની ઈચ્‍છા હોય છે કે તેમનો પરિવાર આગળ વધે. તેમને બાળકો થાય. તેમના માટે ભવિષ્‍યના પ્‍લાન બનાવે. તેને સારી સુવિધા અપાવે. મહિલાઓ માટે તો બાળકો તેમની જિંદગી બની જાય છે. પુરુષો માટે પણ આ શાનદાર ક્ષણ હોય છે. પણ જરા વિચારો કે કોઈ નવી પરણેલી દુલ્‍હન લગ્નના બીજા જ દિવસે બાળકને જન્‍મ આપે તો વરરાજા પર શું વીતે?

 જી હાં, ઉત્તર પ્રદેશમાંથી આવો જ એક સનસનીખેજ કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક પુરુષનું પિતા બનવાનું સપનું તો પૂરું થયું પણ બહુ જલદી. જેનાથી તેના હોશ ઉડી ગયા. ધૂમધામથી લગ્ન થયા. પતિ-પત્‍નીએ ૨ રાત વિતાવી. ૨ દિવસ બાદ જ્‍યારે દુલ્‍હન સુઈને ઉઠી તો હોસ્‍પિટલમાં પહોંચી ગઈ અને તેણે બાળકને જન્‍મ આપ્‍યો. હોસ્‍પિટલમાં ડિલિવરી બાદ દુલ્‍હન અને બાળક બંને સુરક્ષિત છે. જોકે બાળકના જન્‍મની ખુશી મનાવવાની જગ્‍યાએ પરિવારમાં માતમ છવાઈ ગયો. સાસરિયા પક્ષે દુલ્‍હનને ઘરે લઈ જવાની ના પાડી દીધી.

આ ઘટના પ્રયાગરાજના કરછના તાલુકાની છે. અહીં એક યુવકના ૨૪ ફેબ્રુઆરીના રોજ જસરા ગામમાં જાન આવી હતી. લગ્નના સમયે કન્‍યાપક્ષ તરફથી જોરદાર સ્‍વાગત કર્યું. બેન્‍ડ વાજા સાથે ધૂમધામથી લગ્ન થયાં. વર અને કન્‍યાએ એકબીજાને વરમાળા પહેરાવી. મોડી રાત સુધી લગ્નનો કાર્યક્રમ ચાલ્‍યો. લગ્નના આગલા દિવસે ૨૫ ફેબ્રુઆરીના રોજ દુલ્‍હનની વિદાય થઈ.

૨૬ ફેબ્રુઆરીના રોજ દુલ્‍હને સાંજના સમયે અચાનક રડવાનું શરૂ કરી દીધું. ચીસો પાડીને કહેવા લાગી કે પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તાત્‍કાલિક તેને હોસ્‍પિટલે લઈ ગયા. જ્‍યાં ડોક્‍ટર્સે તપાસ કરી તો જાણવા મળ્‍યું કે દુલ્‍હન તો પ્રેગ્નેન્‍ટ છે. ડોક્‍ટર્સે કહ્યું કે, તમે ફોર્મ પર સાઈન કરો. તેને ડિલિવરી માટે લઈ જવી પડશે. લગભગ બે કલાક બાદ દુલ્‍હને બાળકને જન્‍મ આપ્‍યો.

જેવું નવી દુલ્‍હને બાળકને જન્‍મ આપ્‍યો, સાસરિયા પક્ષે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. સાસરિયા પક્ષે પિયરવાળાને જાણકારી આપી. બોલાચાલી થઈ. સૂચના મળતા જ પિયર પક્ષના લોકો દોડી આવ્‍યા. સાસુને સૌથી પહેલા દુલ્‍હનની માને પૂછયું કે તમારી દીકરી પ્રેગ્નેન્‍ટ હતી તો અમને કીધું કેમ નહીં? તમે આ વાત છુપાવી કેમ?ૅ તો પિયર પક્ષે કહ્યું કે, લગ્ન પહેલા વરરાજા અમારી દીકરીને મળવા આવતો હતો.

છોકરીના પિતાએ કહ્યું કે, દીકરીના લગ્ન ગત વર્ષે મે મહિનામાં નક્કી કર્યા હતા. ત્‍યારથી છોકરો અને છોકરી બંને એકબીજાને મળતા હતા. જોકે વરરાજાઓએ આ આરોપોનો ફગાવી દીધા. તેણે કહ્યું કે, હું હવે દુલ્‍હનને અપનાવીશ નહીં. મારા લગ્ન ૪ મહિના પહેલા ઓક્‍ટોબરમાં નક્કી થયા હતા. તો વળી સસરાએ પણ વહુને સ્‍વીકારવાની ના પાડી. તેમણે કહ્યું કે અમારે લગ્નના રૂપિયા નથી જોઈતા. પણ અમે જે સામાન આપ્‍યો છે, તે પાછો આપી દો. દુલ્‍હન પક્ષ પોતાનો સામાન પાછો લઈ જાવ. જો અમારો સામાન અમને પાછો નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી કરીશું.

બીજી તરફ દુલ્‍હનની માતાનું કહેવું છે કે, છોકરાવાળાઓએ દહેજ લઈને લગ્ન કર્યા છે. જો દીકરી સાથે નહીં લઈ જાય તો અમે તેમના પર કાર્યવાહી કરીશું. અમે બાળકને ઉછેરીશું. દીકરી હજુ પણ જમાઈનું જ નામ લઈ રહી છે. અમારી દીકરીને નહીં લઈ જાય તો તે મરી જશે. વિવાદના કારણે ગામમાં પંચાયત થઈ, જે બાદ દુલ્‍હન બાળકને લઈને પિયરમાં જતી રહી.(૪૦.૩)

(10:06 AM IST)