News of Monday, 3rd March 2025
પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર પાંચમા બાળકની માતા બનશે
સચિનના ઘરે સીમંત વિધિ થઈ

નોઈડા,તા.૩: પાકિસ્તાનથી ભારતમાં આવેલી સીમા હૈદર ટૂંક સમયમાં પાંચમા બાળકની માતા બનવા જઈ રહી છે. રવિવારે ગ્રેટર નોઈડાના રબૂપુરામાં તેમની સીમંત વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ખાસ અવસર પર સીમાએ ભાઈ માનેલા વકીલ એપી સિંહ પોતાની માતા સાથે ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલાઓએ પરંપરાગત ગીત ગાઈને આ કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો. આ ખાસ અવસર પર પાડોશની મહિલાઓ પણ આ કાર્યક્રમમાં આવીને ગીતો ગાઈ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
આપને જણાવી દઈએ કે, સીમા હૈદર કોઈને કોઈ કારણસર ચર્ચામાં બની રહે છે. પછી તે કોઈ તહેવાર હોય કે ખાસ અવસર. તે પોતાનો વીડિયો શેર કરવાનું ભૂલતી નથી. હવે સીમા હૈદર બાળકની માતા બનવા જઈ રહી છે અને નવા મહિનામાં પ્રવેશ કરી ચૂકી છે. આ જ કારણે રવિવારે સીમા હૈદરના માનેલા ભાઈ અને સુપ્રીમ કોર્ટના વકીલ ડો. એપી સિંહે સીમા હૈદરના ઘરે પહોંચી ખોળો ભરાવવાની રસમ પૂરી કરી હતી. આજુબાજુની મહિલાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી.
સીમા હૈદરે જણાવ્યું કે, તેને પહેલાથી ચાર બાળકો છે. પણ આ પહેલી વાર છે, જ્યારે તેની સીમંત વિધિ થઈ રહી છે. તેણે કહ્યું હતું કે, આ સનાતન ધર્મની સંસ્કળતિ છે. સીમાએ એપી સિંહ અને તેમની માતાનો ખૂબ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ખોળો ભરાવવાની વિધિ પિયર પક્ષ તરફથી થાય. એપી સિંહ પરિવારે આ દરમ્યાન સીમાની તમામ વિધિ પૂરી કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, સીમા હૈદર પબજી ગેમ રમતી વખતે સચિન મીણાના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમ થયો. તે બાદ સીમા પોતાના ચાર બાળકો સાથે નેપાળના રસ્તે ભારતમાં આવી ગઈ. ડો. એપી સિંહે કહ્યું કે, સીમાને તેઓ પોતાની બહેન માને છે. તેમણે આખા દેશ તરફથી સીમા અને તેના પરિવારને શુભકામના આપી છે.(૪૦.૨)
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
