<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

પાણીપુરી વાળા દીપકની શાયરીએ ઇન્‍ટરનેટમાં મચાવી ધૂમ

લોકો સોશિયલ મીડિયા પર ‘‘દીપક''ને શોધવા લાગ્‍યા

નવી દિલ્‍હી તા.૩: સોશિયલ મીડિયાના કારણે અત્‍યારે દરેક વસ્‍તુ વાયરલ થઈ જતી હોય છે. ઇન્‍સ્‍ટાગ્રામમાં અત્‍યારે એક પોસ્‍ટ વાયરલ થઈ છે, જેમાં ખુબ જ સુંદર અને હાસ્‍યાસ્‍પદ ફોટો વાયરલ થયો છે. ફોટોમાં દીપક નામના વ્‍યક્‍તિઓને વધારે ફેમસ કરવામાં આવી રહ્યાં છે. વાત એવી છે કે, એક પાણીપુરીની લારી વાળાએ પોતાનું પ્રમોશન એવી રીતે કર્યું કે, અત્‍યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો, પાણીપુરીવાળાએ પોતાની લારી પર એક શાયરી લખીને લોકોને પાણીપુરી ખાવા માટે આકર્ષિત કર્યાં છે.

શાયરીના કારણે દીપકના નામના વ્‍યક્‍તિએ થઈ ગયા ફેમસ

આ શાયરીમાં પાણીપુરીવાળાએ પોતાનું નામ પણ લખ્‍યું છે. શાયરી એવી છે કે, ‘‘લગાકર દિલ મેં આગ તુમનેં યે ખેલ ખેલા હૈ.. કોઇ પુછે તો બતા દેના કિ યે દીપક કા ઠેલા હૈ'' અત્‍યારે આ પોસ્‍ટને લોકો વાયરલ કરીને દીપકને ટેગ કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ દીપકની લારી અત્‍યારે ભારતભરમાં શેર થઈ રહીંછે. જે પણ લોકો અહીં આવે છે તે આ વાંચીને તેનો ફોટો પાડે છે અને સોશિયલ મીડિયમાં #Dipak લખીને પોસ્‍ટ કરી રહ્યાં છે.

લોકો આ પોસ્‍ટમાં ે‘‘દીપક''નામના મિત્રોને ટેગ કરી રહ્યા છે

આ વાયરલ તસવીરમાં, સૌ પ્રથમ તમે અંગ્રેજીમાં પાણીપુરી, આલૂ ટિક્કી લખેલા શબ્‍દો જોવા મળે છે. આ પછી એક ખૂબ જ પ્રભાવશાળી શાયરી લખી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરવામાં આવી છે, જેને ઇન્‍ટરનેટ યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત, જ્‍યારે કેટલાક લોકો મજેદાર ટિપ્‍પણીઓ પણ કરી રહ્યા છે, ત્‍યારે કેટલાક ટિપ્‍પણી વિભાગમા‘‘દીપક'' નામના મિત્રોને ટેગ કરી રહ્યા છે. સારું, તમે આ કવિતા દીપક સાથે પણ શેર કરી શકો છો, અથવા આ વાર્તા તેની સાથે શેર કરી શકો છો.(૩૮.૮)

(10:06 AM IST)