<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

૧૦,૦૦૦ રૂપિયામાં બનાવી એકસાથે સાત લોકો બેસી શકે એવી સોલર બાઇક

કબાડમાંથી તેયાર કરવામાં આવેલી આ બાઇક જ્‍યાં સુધી સૂર્યપ્રકાશ હોય ત્‍યાં સુધી દોડી શકે છે

આઝમગઢ,તા.૩: આઝમગઢના ફખરુદ્દીનપુર ગામમાં રહેતા અને મેકેનિકલ એન્‍જિનિયરિંગની ડિગ્રી ધરાવતા અસહદ અબ્‍દુલ્લાએ ૧૦,૦૦૦ રૂપિયાના ખર્ચે સાત લોકો બેસી શકે એવી સોલર બાઇક બનાવી છે અને આ બાઇક જોઈને બિગ બી અમિતાભ બચ્‍ચને પણ તારીફ કરીને એને લગતી એ પોસ્‍ટ પોતાના સોશ્‍યલ મીડિયા અકાઉન્‍ટ પર શેર કરી છે. કબાડમાંથી તેયાર કરવામાં આવેલી આ બાઇક જ્‍યાં સુધી સૂર્યપ્રકાશ હોય ત્‍યાં સુધી દોડી શકે છે અને એના પર આસાનીથી સાત લોકો બેસી શકે છે.

આ બાઇક વિશે જાણકારી આપતાં અસહદ અબદુલ્લાએ કહ્યું હતું કે બાઇક દ્વારા આશરે ૨૦૦ કિલોમીટરનું અંતર આસાનીથી કાપી શકાય છે, આ બાઇક બનાવવા માટે ભંગારમાં રહેલા સામાનનો ઉપયોગ કર્યો હતો, હું હજી આ બાઇકનું વધારે સારું મોડલ તૈયાર કરીશ. અસહદે પહેલાં પાંચ-સીટર ઇલેક્‍ટ્રિક બાઇક બનાવી હતી અને એમાં બે સીટ જોડીને સેવન-સીટર સોલર બાઇક બનાવી છે. તેણે ત્રણ વર્ષ પહેલાં સિક્‍સ-સીટર ઇલેક્‍ટ્રિક બાઇક પણ બનાવી હતી. આ બાઇક ૧૦ રૂપિયામાં ૧૬૦ કિલોમીટરનું અંતર કાપી શકતી હતી. જોકે એની સ્‍પીડ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની હતી. અસહદ વિવિધ સામાન બનાવવા માટે શોધખોળ કરતો રહે છે.(૪૦.૧૦)

(10:30 AM IST)