<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

નરેન્‍દ્રભાઈનું સાસણ ગીર ખાતે ભાવભર્યુ સ્‍વાગત

 

જુનાગઢઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું સાસણ ગીર ખાતે ભાવભર્યુ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સાસણ ગીર હેલીપેડ ખાતે રાજયના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મુખ્‍ય સચિવ શ્રી પંકજ જોશી, વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, એસ.પી. શ્રી ભગીરથસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલે સ્‍વાગત કર્યું હતું. નરેન્‍દ્રભાઈના અધ્‍યક્ષ સ્‍થાને આજે માર્ચ વિશ્વ વન્‍યજીવ દિવસના અવસરે સાસણમાં સિંહ સદન ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફ ની સાતમી બેઠકમાં તેઓ ભાગ લઇ રહયાં છે. તે પુર્વે સવારે સાસણ ગીર ખાતે સિંહ દર્શન માટે ગયા હતાં

(11:52 AM IST)