News of Monday, 3rd March 2025
વડાપ્રધાને સોમનાથ મંદિર,રામ મંદિરના દર્શન અને બાકી રહેલા કળશની પૂજા કરેલ

પ્રભાૃ પાટણ,તા.૩ : સોમનાથ ખાતે આવેલ હેલીપેડખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૪,૧૫ કલાકે પહોંચેલ અને ત્યાં થી સીધા સોમનાથ મંદિર સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા એ આવેલ ત્યાં ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, જે.ડી. પરમાર અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ એ સ્વાગત કરેલ અને વડા પ્રધાન એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પો અર્પણ કરેલા અને સિધા સોમનાથ મંદિર મા દર્શન માટે ગયેલા જેમાં સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક બાદ શિવલિંગની પુજા અર્ચના કરવામાં આવેલ.
શિવલિંગની પુજા બાદ મંદિર ઉપર ૧૭૬૬ સોના ના કળશ ચડાવવાના છે જેમા મોટા ભાગના કળશના દાંતા તેના હસ્તે પુજા કરવામાં આવેલ અને જે કળશની પુજા થયેલ નથી તેવા કળશની વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે પુજા કરવામાં આવેલ આ સાથે મંદિર ઉપર ચડાવવા ના તમામ કળશ પુરા થયેલ છે અને કળશ પુજા બાદ વડાપ્રધાન બહાર નિકળી ગેલેરી બાજુ નિરીક્ષણ કરેલ અને મંદિર ની બહાર નિકળી ગયા અને ત્યાં થી ત્રિવેણી રોડ ઉપર આવેલ રામ મંદિર ના દર્શન કરી અને સાસણ રવાના થયા. ( તસ્વીર દેવાભાઇ રાઠોડ)
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
