News of Monday, 3rd March 2025
સોમનાથથી વડાપ્રધાનની ભાવસભર વિદાઇ

સોમનાથ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે ભગવાન સોમનાથના પૂજા-અર્ચન કર્યા બાદ તેમના આગળના પ્રવાસ માટે સાસણ જવાં રવાના થયાં ત્યારે તેમને મહાનુભાવો દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
સોમનાથ હેલિપેડ ખાતેથી વડાપ્રધાનશ્રીને ભાવસભર વિદાય આપવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
