<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૪૫

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ

સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૪૫: ‘‘અઃ થી અંત થનારા કોઇ શબ્‍દોનો ઉચ્‍ચાર ચુપચાપ કરો અને ત્‍યારે હકારમાં અચાનક સહજતાને પ્રાપ્‍ત થાઓ.''

કોઇપણ શબ્‍દ જેનો અંત અઃ થી થાય છે એનો ઉચ્‍ચાર ચુપચાપ કરો. શબ્‍દના અંતમાં અઃના હોવા  ઉપર જોર છે. કેમ? કારણ કે જે ક્ષણે તમે અઃ નો ઉચ્‍ચાર કરો છો ત્‍યારે તમારો શ્વાસ બહાર જાય છે. તમે શાંત હોવ છો અને જયારે શ્વાસ ભીતર જાય છે ત્‍યારે તમે વધુ તણાવગ્રસ્‍ત થાવ છો. કારણ કે એ છે કે બહાર જનારો શ્વાસ મૃત્‍યું છે. અને ભીતર આવનારો શ્વાસ જીવન છે. તણાવ જીવનનો હિસ્‍સો છે, મૃત્‍યુનો નહિ. વિશ્રામ મૃત્‍યુનું અંગ છે. મૃત્‍યુનો અર્થ છે- પૂર્ણ વિશ્રામ. જીવન પૂર્ણવિશ્રામ બની શકે નહી, તે અસંભવ છે. જીવનનો અર્થ છે- તણાવ, પ્રયત્‍ન. ફકત મૃત્‍યુ વિશ્રામપૂર્ણ છે.

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(12:04 PM IST)