News of Monday, 3rd March 2025
ઘેર સંબંધ બાંધ્યો: વલ્ગર વીડિયો ઉતાર્યો: હિમાનીએ બ્લેકમેલ કરતાં બોયફ્રેન્ડે મારી નાખી લાશ સુટકેસમાં ફેંકી
હરિયાણા કોંગ્રેસના મહિલા નેતા હિમાની નરવાલની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો:ધરપકડ કરાયેલા સચિનના અનેક ચોંકવનારા ખુલાસા

હરિયાણા કોંગ્રેસના મહિલા નેતા હિમાની નરવાલની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે આ કેસમાં બહાદુરગઢના રહીશ સચિન નામના યુવાનની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સચિને ઘણા હેરાનીભર્યાં દાવા કર્યાં છે. સચિને કહ્યું કે હિમાની સેક્સ વીડિયોને આધારે તેને બ્લેકમેલ કરતી હતી. તેણે કહ્યું કે એક વર્ષ પહેલા તેઓ બન્ને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યાં હતા અને પછી એક દિવસ હિમાનીએ તેને ઘેર બોલાવીને સેક્સ માણ્યું અને પછી વીડિયો ઉતારી લીધો હતો અને તેને આધારે તેને બ્લેકમેલ કરતી હતી.
પોલીસે કહ્યું સચિન પરણિત છે અને બે બાળકોના પિતા છે. તે મોબાઈલની દુકાન ચલાવી રહ્યો છે. તે અને હિમાની રિલેશનશીપમાં હતા. હિમાની સેક્સ વીડિયોને આધારે બ્લેકમેલ કરતી હતી અને વધારેમાં વધારે પૈસા માગતી હતી. આથી તંગ આવીને તેણે હિમાનીની હત્યા કરી નાખી હતી.
આરોપીએ કહ્યું કે તે હિમાનીને 3 લાખ રુપિયા આપી ચૂક્યો હતો અને વધારે માગતી હતી, એક દિવસે તેણે મોબાઈલ ચાર્જરથી તેનું ગળું ભીંસી નાખ્યું અને સુટકેસમાં ભરીને લાશ બસ સ્ટેન્ડ નજીક ફેંકી દીધી હતી.
રોહતકના સાંપલા નજીક સવારે કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલનો મૃતદેહ બંધ બ્રીફકેસમાંથી મળી આવ્યો હતો. તેના હાથમા મેંહદી હતી. પોલીસે તપાસ શરુ કરી દીધી. હિમાની નરવાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ખૂબ જ સક્રિય હતી. હિમાનીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર રાહુલ ગાંધી સહિત ઘણા કોંગ્રેસ નેતાઓના ફોટા છે. રોહતકમાં પણ હિમાની દીપેન્દ્ર હુડ્ડા અને ભૂપિન્દર હુડ્ડાનાં ચૂંટણી પ્રચારમાં ખૂબ સક્રિય હતી. રોહતકના કોંગ્રેસના ધારાસભ્ય બીબી બત્રાએ હિમાની હત્યાની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની માંગ કરી છે.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
