<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી જામનગરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી જામનગરમાં

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :  વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ સ્‍ટેશન ખાતે શનિવારે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. વડાપ્રધાનશ્રીના સ્‍વાગતમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા  મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જામનગરના મેયરશ્રી વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્‍યો મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા,  દિવ્‍યેશભાઇ અકબરી, ચીફ સેક્રેટરી પંકજ જોશી, ડી.જી.પી. વિકાસ સહાય, એરફોર્સના ગ્રુપ કેપ્‍ટન સૌરભ પારિજાત,  કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓશ્રી રમેશભાઇ મુંગરા અને ડો.વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી લાલ બંગલા સ્‍થિત સર્કિટ હાઉસે રાત્રિ રોકાણ કરી ગઇકાલે સવારે વનતારાની મુલાકાત બાદ સોમનાથ જવા રવાના  થયેલ હતાં.  જામનગર એરફોર્સ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, મુળુ બેરા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્‍યો દિવ્‍યેશ અકબરી, રિવાબા જાડેજા, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેકટર સહિતના અગ્રણીઓએ વડાપ્રધાનનું સ્‍વાગત કર્યુ હતું. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પરમ દી' રાત્રી રોકાણ જામનગરમાં કર્યા પછી ગઇકાલે વહેલી સવારે સર્કિટ હાઉસથી રવાના થયા હતા અને વનતારાની મુલાકાત માટે નિકળ્‍યા હતાં. ત્‍યારની તસ્‍વીરો. (તસ્‍વીરો : કિંજલ કરસરીયા-જામનગર)

(1:10 PM IST)