<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

સ્‍વામીનારાયણ સંપ્રદાયનો સાધુ જ્ઞાનપ્રકાશ બેફામ બન્‍યોઃ જલારામ બાપા વિશે એલફેલ બોલ્‍યાઃ લાખો ભાવિકોમાં પ્રચંડ રોષઃ વીરપુર આવી માફી માંગેઃ નહિ તો આકરા કાર્યક્રમો અપાશે

પૂજ્‍ય બાપા નિરંતર રામનું રટણ કરતા, ભૂખ્‍યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતાઃ આ જ એમનું જીવન છે, આ જ સત્‍ય છેઃ આથી વિશેષ બીજી કોઈપણ વાત સત્‍યથી દૂર છેઃ વિરપુર જગ્‍યાના ભરતભાઈ જયસુખભાઈ ચાંદ્રાણી - વિરપુર જગ્‍યા

રાજકોટઃ સુરતના અમરેલીના સ્‍વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્‍વામી નામના સાધુએ લાખો ભાવિકોના પૂજનીય વીરપુરના જલારામ બાપા વિશે એલફેલ ન શોભે  ઉચ્‍ચારણો કરતા પ્રચંડ રોષ ફાટી નિકળ્‍યો છે.

પ્રસિધ્‍ધ થયેલા અહેવાલ મુજબ અમરેલીના જ્ઞાનપ્રકાશ સ્‍વામીએ કહેલ કે જલારામબાપા જુનાગઢ સ્‍વામીનારાયણ મંદિરમાં ઘણું રોકાયા હતા. અને સ્‍વામી પાસે આશિર્વાદ મેળવ્‍યાં હતા.

જલારામ બાપાએ સ્‍વામીને દાલ-બાટી પોતાના હાથે ખવડાવેલ. વિગેરે મનઘડંત વાતો કરેલ જેના પગલે મોટો રોષ ફાટી નિકળ્‍યો છે.

સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતો પોતાને ઉંચા બતાવવા ગમે તેવા નિવેદનો સતત કરતા જ રહે છે. અપમાનિત કરતા રહે છે. જલારામબાપાને ‘ભગત' તરીકે વર્ણવી રહેલ છે. આવી મનઘડંત કહાનીઓ  અત્‍યારે બંધ નહીં થાય અને જો આ સાધુ વિરપુર આવી માફી નહીં માંગે તો જલ્‍દ પગલા આવી રહ્યાના નિર્દેષ મળે છે.

દરમિયાન જલારામ બાપાની જગ્‍યાના શ્રી ભરતભાઇ જયસુખરામ ચાંદ્રાણીએ કહ્યું છે કે પૂ.બાપા રામ ઉપાસક હતા. પૂ.બાપાએ ફક્‍ત અને ફક્‍ત ભોજલરામબાપાના આશિર્વાદથી આજથી ૨૦૫ વર્ષ પહેલા સદાવ્રત- અન્‍નક્ષેત્રની શરૂઆત વિરપુરમાં કરી.. આ વાત બાપાને માનનારા લાખો ભક્‍તો વર્ષોથી જાણે છે. જગ જાહેર છે અને આ જ સત્‍ય છે. આ સિવાયની કોઇપણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂ.શ્રી રઘુરામબાપા તથા બાપાના પરિવારનું સર્મથન નથી. બાપા નિરંતર રામનું રટણ કરતા, ભૂખ્‍યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા. આ જ એમનું જીવન હતું, આ જ સત્‍ય છે. આથી વિશેષ બીજી કોઇ પણ વાત સત્‍યથી દૂર છે. જય સિયારામ... જય જલારામ...

(3:16 PM IST)