<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

પરિવારમાં બધા તેને ૪ વધુ લાડ લડાવે છે.. ‘રામન રાઘવ' ફિલ્‍મ જોયા પછી ૧૩ વર્ષના છોકરાએ તેની ૬ વર્ષની બહેનની હત્‍યા કરીઃ માથું પથ્‍થરથી કચડી નાખ્‍યું

છોકરાને ઈર્ષ્‍યા થતી હતી કે ઘરમાં બધા તેના કરતાં છોકરીને વધુ પ્રેમ કરતા હતા

પાલઘર, તા.૩: મહારાષ્‍ટ્રના પાલઘરમાંથી એક એવો કિસ્‍સો સામે આવ્‍યો છે જે સાંભળીને તમારી કરોડરજ્જુ ઠંડક અનુભવશે. અહીં એક ૧૩ વર્ષના બાળકને હત્‍યાના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્‍યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ દાવો કર્યો હતો કે છોકરાએ સિરિયલ કિલર દર્શાવતી હિન્‍દી ફિલ્‍મ જોયા પછી ૬ વર્ષની માસૂમ છોકરીની હત્‍યા કરી હતી.

પેલ્‍હાર પોલીસ સ્‍ટેશનના એક અધિકારીએ જણાવ્‍યું કે સવારે લગભગ ૪.૩૦ વાગ્‍યે શ્રીરામ નગર ટેકરી પર છોકરીનો મળતદેહ મળી આવતા હોબાળો મચી ગયો હતો. પેલ્‍હાર પોલીસ સ્‍ટેશનના સિનિયર ઇન્‍સ્‍પેક્‍ટર જીતેન્‍દ્ર વાંકુટેએ એજન્‍સીને જણાવ્‍યું, અમે આ કેસમાં નાલાસોપારાના ૧૩ વર્ષના છોકરાની અટકાયત કરી છે. તે મળતક છોકરીનો પિતરાઈ ભાઈ છે. તેણે કથિત રીતે ઈર્ષ્‍યાથી તેણીની હત્‍યા કરી હતી કારણ કે તેને લાગ્‍યું કે પરિવારમાં બધા તેને વધુ લાડ લડાવે છે. તેમણે કહ્યું, શનિવારે સાંજે છોકરી ગુમ થઈ ગઈ હતી, ત્‍યારબાદ તેના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો. નજીકની કંપનીની આસપાસના સીસીટીવી ફૂટેજમાં, છોકરો છોકરીને કયાંક લઈ જતો જોવા મળે છે. છોકરાએ પહેલા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો પણ પછીથી તેણે સત્‍ય કબૂલ્‍યું. અધિકારીએ જણાવ્‍યું કે સીરિયલ કિલર ફિલ્‍મ રમન રાઘવ જોયા પછી, છોકરાએ છોકરીનું ગળું દબાવી દીધું અને પછી તેનો ચહેરો પથ્‍થરથી કચડી નાખ્‍યો. વાંકુટેએ જણાવ્‍યું હતું કે, ભારતીય દંડ સંહિતા હેઠળ હત્‍યાનો કેસ નોંધવામાં આવ્‍યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

(3:20 PM IST)