<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

હિમાચલમાં સિઝનનો ૧૩મો હેવી સ્‍નોફોલઃ લાહોલ સ્‍પીતી વિખૂટા પડયાઃ ૭ થી ૮ ફૂટ બરફ પડયોઃ સોલાંગ વેલીમાં ૩ થી ૪ ફૂટ બરફ પડયો

સદીઓ જુના જગપ્રસિધ્‍ધ મા હિડિમ્‍બાના મંદિર ઉપર દેવદાર વૃક્ષ તૂટી પડયું: ક્ષતિ પહોંચી : ૪ દિ'થી લાઇટ ગૂલઃ જનરેટરના સહારે હોટલો ચાલે છેઃ ગયા વર્ષ કરતા આ વર્ષે ખૂબ વધુ સ્‍નોફોલ પડયો છે

સોલિંગ વેલીઃ આજે હિમાચલ પ્રદેશની સોલીંગ વેલીમાં ૧૩મો હેવી સ્‍નોફોલ ચાલુ થયો. ૨ દિવસ સુધી  હેવી સ્‍નોફોલની આગાહી છે.

અટલ ટનલ અને લાહોલ સ્‍પીતીમાં લગભગ ૭ થી ૮ ફૂટ બરફ પેડયો છે. જ્‍યારે સોલીંગ વેલી આસપાસ ૩ થી ૪ ફૂટ બરફ પડયો છે.

લાહોલ સ્‍પીતી દુનિયાથી અલગ પડી ગયેલ છે.

ઇમર્જન્‍સી સારવાર હેલીકોપ્‍ટર દ્વારા કરવામાં આવે છે.

ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ ભારે હીમ વર્ષા થઇ છે.

મનાલીમાં દર વર્ષે સ્‍નોફોલ નથી થતો પણ આ વર્ષે થયો છે.

આ બરફ વર્ષાથી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની (બીઆરઓની) બરફ હટાવવાની કામગીરીમાં રૂકાવટ આવી છે.

છેલ્લા ૪ દિવસથી હિમાચલના પહાડો સોલીંગ વોલી અને મનાલીમાં ૪ દિવસથી લાઇટ ગઇ હતી. અને થોડો સમય આવી આજે સવારથી ફરી લાઇટ ચાલી ગઇ છે.

સોલીંગ નાલા અને અટલ ટનલ સુધી બરફ હટાવવામાં ૨ થી ૩ દિવસ લાગશે તેમ મનાય છે. મનાલી સહિતની હોટલોમાં જનરેટર દ્વારા વિજળી ચાલુ રખાય છે.

દરમિયાન હિમાચલના મનાલિમાં આવેલ સુપ્રસિધ્‍ધ હિડિંબા માતાના મંદિર ઉપર ભારે હિમવર્ષાને લીધે દેવદારનું વિશાળ વૃક્ષ તૂટી પડતા મંદિરને ક્ષતિ પહોંચી છે.

મા હિડીમ્‍બા એ પાંચ પાંડવો પૈકીના ભીમના પત્‍ની છે. અહીંના લોકો હિડીમ્‍બા દેવીને કૂળદેવી તરીકે પૂજે છે. અને કોઇપણ શુભ કાર્ય શરૂ કરતા પૂર્વે તેમના દર્શન કરી, આશિર્વાદ લઇને પ્રસંગ કરે છે. આ મંદિર સૈંકડો સદીઓ પૌરાણિક છે. અહીં ડિમ્‍પલ કાપડીયા સહિતના મહાનુભાવો નિયમિત પૂજા કરવા, આશિર્વાદ લેવા આવતા હોય છે.

આ લખાય છે ત્‍યારે બપોરે ૧ વાગ્‍યે, પહાડો સોલાંગ વેલી સહિતના વિસ્‍તારોમાં ફરી ભારે સ્‍નોફોલ ચાલુ છે. (યોગેશ કુમાર જોશી, સોલીંગ વેલી, હિમાચલ)

(4:32 PM IST)