News of Monday, 3rd March 2025
૨૦૨૫ના અંત સુધી સોનાના ભાવ ૨,૯૦૦ ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે
મોદીને સલાહ આપનારા અર્થશાસ્ત્રીએ કર્યો દાવોઃવી અનંત નાગેશ્વરને કહ્યું કે, આવનારા વર્ષોમાં એસેટ ક્લાસના રૃપમાં સોનાની પ્રાસંગિકતા વધશે

નવી દિલ્હી, તા.૩
શેરબજારમાં ભારે ઘટાડો અને પ્રોપર્ટીની સ્થિર કિંમતોને જોઈને હવે લોકો રિટર્ન માટે સોના તરફ આકર્ષાઈ રહ્યા છે. આમ તો સોનું હંમેશા રોકાણ માટે સૌથી સારું માધ્યમ રહ્યું છે, પરંતુ આવનારા સમયમાં તેની વેલ્યૂ હજુ પણ વધી શકે છે.
પોતે દેશના મુખ્ય આર્થિક સલાહકાર એમ માને છે. વી અનંત નાગેશ્વરને કહ્યું કે, આવનારા વર્ષોમાં એસેટ ક્લાસના રૃપમાં સોનાની પ્રાસંગિકતા વધશે. તેમણે IGPC-IIMA વાર્ષિક સ્વર્ણ અને સ્વર્ણ બજાર સંમેલન ૨૦૨૫માં કહ્યું કે, સોનું ન માત્ર મૂલ્યના રૃપમાં, સાંસ્કૃતિક અને ધાર્મિક ઉદ્દેશ્યોના રૃપમાં, પરંતુ મહત્વના પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ સિસ્ટમના રૃપમાં પણ પ્રાસંગિક બની રહેશે.
તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી વિશ્વ વર્તમાન આંતરરાષ્ટ્રીય નાણાકીય બિન-સિસ્ટમમાંથી આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા તરફ આગળ વધી શકશે નહીં ત્યાં સુધી એસેટ ક્લાસ તરીકે સોનાનું મહત્વ રહેશે.
૨ વર્ષમાં ડબલ ડિજિટ રિટર્ન- ગત ૩ મહિનામાં સોનાનું મૂલ્ય ૨૦૦ ડોલર પ્રતિ ઔંસ કે ૮ ટકાથી વધીને ૨,૮૬૦ ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. નાગેશ્વરને એ પણ આશા દર્શાવી કે, ભારત તેની પાસે વર્તમાન સોનાની પરિસંપત્તિઓને ઉત્પાદક રૃપથી ઉપયોગ કરવાની રીત શોધશે.
૨૦૨૫માં પણ વધશે ભાવ- ૨૦૨૩ અને ૨૦૨૪માં સોનાની કિંમતોમાં વધારે યથાવત રહ્યો. ખાસ વાત એ છે કે, આ બંને વર્ષોમાં ગોલ્ડે ડબલ ડિજિટ ગ્રોથ દર્શાવી છે.
૨૦૨૩માં જ્યાં ૧૩ ટકા તો ૨૦૨૪માં ગોલ્ડે ૨૭ ટકા રિટર્ન આપ્યું છે. કમોડિટી માર્કેટ એક્સપર્ટ્સના જાણકારોનું માનીએ, તો ૨૦૨૫માં ગોલ્ડનું આ જબરદસ્ત પરફોર્મેન્સ સારું રહી શકે છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
