News of Monday, 3rd March 2025
ભાજપ નેતાના ભાઈ-ભત્રીજાને દોડાવીને માર્યા
રસ્તા પર ગાડી સાઈડ ન કરવા મામલે બબાલઃહુમલાખોરોએ ગાળો બોલીને પછી લાકડીઓ વડે હુમલો કર્યો

મેરઠ, તા.૩
ઉત્તર પ્રદેશના મેરઠના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળા દિવસે મારપીટ અને ગુંડાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના આબૂલેન ચોકનો હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં સમાજવાદી પાટીર્ના પૂર્વ સાંસદ હરીશપાલના પૌત્રએ ભાજપ નેતાના ભાઈ અને ભત્રીજા પર હુમલો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે મામૂલી વિવાદને સપાના નેતાના પૌત્રએ ભાજપના નેતાના ભાઈ અને ભત્રીજાને રોક્યા હતા. આરોપ એવો છે કે, સાઈડ ન આપવા બાબત પર ગુસ્સે થઈને હુમલાખોરોએ ગાળો બોલી હતી અને તે પછી લાકડીઓ વડે હુમલો કર્યો હતો.
ત્યાર બાદ તેમણે ગાડીનો પીછો કર્યો હતો અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આ હુમલામાં ભાજપના નેતા અને ભત્રીજાને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. જે પછી ભાજપના વરિષ્ટ નેતાઓએ ઘટનાને લઈને અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કાયર્વાહી કરવાની માંગ કરી છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે ધોળા દિવસ રસ્તા પર ગુંડાગીરી થઈ રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોંચી હતી અને આ મામલે તપાસ શરુ કરી હતી.
પીડિત પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગુનેગારો સામે કડક કાયર્વાહી કરવામાં આવશે અને કોઈપણ સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા બગડવા દેવામાં આવશે નહીં.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
