<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

જીએસટી નંબર વિનાના વેપારી પણ હવે પોર્ટલ ઉપરથી ઈ-વે બિલ બનાવી શકશે

મુંબઇ,તા.૪: ૪૦ લાખથી ઓછુ ટર્નઓવર ધરાવનાર વેપારીને જીએસટી નંબર લેવામાં છૂટ આપવામાં આવી છે, પરંતુ આવા વેપારી માલ અન્‍ય જગ્‍યાએ મોકલવા માંગતા હોય તો ટ્રાન્‍સપોર્ટ દ્વારા ફરજિયાત ઈ-વે બિલ માંગતા હોય છે. કારણ કે ઈ-વે બિલ વિના માલ પકડાય તો માલની સાથે ગાડી પણ જપ્ત કરી લેવામાં આવતી હોય છે. તેના લીધે ઈ-વે બિલ વિના માલ સ્‍વીકરતા નહી હોવાની પણ સમસ્‍યા સર્જાતી હોય છે. તેના નિરાકરણ માટે જીએસટી પોર્ટલ પરથી હવે જે વેપારી પાસે જીએસટી નંબર નહીં હોય તે વેપારી પણ ઈ-વે બિલ બનાવી શકે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જીએસટી પોર્ટલ પર ઇએનઆર ૦૩ નામની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. તેમાં જે પણ વેપારી પાસે જીએસટી નંબર નહીં હોય તે વેપારીએ જે નામે વેપાર ચાલતો હોય તે. વેપારનું સ્‍થળ, પાન નંબર અને સામેવાળા વેપારીને માલ મોકલવાનો હોય તેનો જીએસટી નંબર લખવાનો રહેશે. આ ઉપરાંત મોબાઈલ નંબર પણ આપવાનો રહેશે. જેથી મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે ઓટીપી પોર્ટલ પર લખ્‍યા બાદ ઈ-વે બિલ ભનાવી શકશે.

આ અંગે ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ નારાયણ શર્માએ જણાવ્‍યું હતું કે જીએસટી પોર્ટલ પર જીએસટી નંબર વિના પણ ઈ-વે બિલ બનાવવાની સુવિધા શરૂ કરવામાં આવતા ઘણી મોટી રાહત થવાની છે.(૪૦.૭)

 

(10:09 AM IST)