News of Tuesday, 4th March 2025
શાકભાજીવાળો ફેસબુકથી ફિલિપાઇન્સની ગોરી લઈ આવ્યોઃ કર્યા ધામધૂમથી લગ્ન
પ્રેમને કોઈ ભાષાની જરૂર હોતી નથી, તે પોતાનો રસ્તો જાતે શોધે છેઃ સોશિયલ મીડિયાને બનાવી દીધી જોડી

નવી દિલ્હી,તા.૪: આજના સમયમાં, લોકો સાચો પ્રેમ મળવાની આશા ગુમાવી ચૂકયા છે. આવી સ્થિતિમાં, જો તમને એવી વાર્તા કહેવામાં આવે કે જેમાં એક છોકરી ફક્ત પ્રેમ ખાતર વિદેશથી દોડીને આવે છે, તો તમને આヘર્ય થશે. ગુજરાતના એક શાકભાજી વેચવાવાળા સાથે પણ આવું જ કંઈક બન્યું.
જ્યારે પણ આપણે સોશિયલ મીડિયાનો ઉલ્લેખ કરીએ છીએ, ત્યારે આપણને ઘણા એવા લોકો યાદ આવે છે જેમને આપણે વર્ચ્યુઅલ મિત્રો તરીકે ઓળખીએ છીએ પણ કયારેય મળ્યા નથી. દરમિયાન જો તમને સોશિયલ મીડિયા દ્વારા મળેલા બે લોકો વચ્ચેના પે્રમની વાર્તાઓ કહેવામાં આવે, તો આજના સમયમાં વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. જોકે, આ બધી બાબતો નસીબ સાથે સંબંધિત છે.
આ યુગમાં, લોકોએ સાચો પ્રેમ મળવાની આશા ગુમાવી દીધી છે. આવી સ્થિતિમાં જો તમને એવી વાર્તા કહેવામાં આવે કે જેમાં વિદેશથી એક છોકરી ફક્ત પ્રેમ ખાતર ભારત દોડીને આવે છે તો તમને આヘર્ય થશે. ગુજરાતના એક શાકભાજી વેચવાવાળા સાથે પણ આવું જ કંઈક બન્યું, જેની વાર્તા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ વાત ગુજરાતના એક જથ્થાબંધ શાકભાજીના વેપારીની છે. પિન્ટુ નામના આ શાકભાજી વેચનારે ફેસબુક પર ફિલિપાઇન્સની એક છોકરીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી, જે તેના પિતા સાથે રેસ્ટોરન્ટ ચલાવે છે. પિન્ટુ અંગ્રેજી જાણતો ન હોવાથી, શરૂઆતમાં તેમની વાતચીત ફક્ત હાય અને હેલો સુધી મર્યાદિત હતી. તેઓ મોટે ભાગે ઇમોજી અને વીડિયો દ્વારા વાતચીત કરતા હતા પરંતુ પિન્ટુ કહે છે કે ‘‘અમે યોગ્ય રીતે વાત કરી શકતા નહોતા પણ તેનું સ્મિત બધું કહી ગયું.'' છોકરી કહે છે કે તે પિન્ટુના દયાળુ, સંવેદનશીલ અને પ્રામાણિક વર્તનથી પ્રભાવિત થઈ હતી.
આ વાર્તા ઇન્સ્ટાગ્રામ પર storiyaan_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. એક દિવસ પિન્ટુએ તેણીને એક પાર્સલ મોકલ્યું, જેમાં તેણે છોકરીને ભેટ દ્વારા પ્રપોઝ કર્યું. તેણે વીડિયો કોલ પર પાર્સલ ખોલ્યું અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ હા પાડી પણ તેઓ બે વર્ષ સુધી ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યા અને પછી પિન્ટુ તેના પરિવારને મળવા ફિલિપાઇન્સ ગયો. પરિવારને પણ તે ખૂબ ગમતી હતી અને આખરે તેમણે ખ્રિસ્તી અને હિન્દુ વિધિઓ અનુસાર લગ્ન કર્યા. આ વાર્તા સાબિત કરે છે કે પ્રેમને કોઈ ભાષાની જરૂર હોતી નથી, તે પોતાનો રસ્તો જાતે શોધે છે.(૪૦.૩)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
